સુરેન્દ્રનગર જિલ્લામાં રવિવારે પણ વરસાદે વિરામ લીધો હતો.આથી સુરેન્દ્રનગર, વઢવાણ, ધ્રાંગધ્રા, દસાડા, લખતર, મુળી, ચોટીલામાં, ચુડામાં વરસાદ થયો ન હતો.જ્યારે ચોટીલા અને સાયલામાં અડધો ઇંચ વરસાદ થયો હતો.જેને લઇ એક દિવસમાં ગરમી અને બફારા વચ્ચે 3.5 ડિગ્રી તાપમાન વધ્યુ હતુ.રવિવારે લઘુત્તમ 26 અને મહત્તમ 35.5 ડિગ્રી રહ્યુ હતુ.સુરેન્દ્રનગર જિલ્લામાં થોડા દિવસોથી ચાલી રહેલી મેઘસવારીને પગલે જિલ્લામાં સર્વત્ર વરસાદ થયો હતો.જ્યારે રવિવારે આગાહી વચ્ચે વહેલી સવારથી સુર્યનારાયણ દર્શન દેવા સાથે આખો દિવસ આકરા તપ્યા હતા.આથી વરસાદી માહોલ વચ્ચે ગરમી અને બફારો થયો હતો.જિલ્લામાં એક દિવસ સુરેન્દ્રનગર, વઢવાણ, ધ્રાંગધ્રા, દસાડા, લખતર, મુળી, ચોટીલામાં, ચુડામાં વરસાદે વિરામ લીધો હતો.જ્યારે ચોટીલા અને સાયલામાં અડધો ઇંચ જેટલો વરસાદ થયો હતો.આમ એક દિવસમાં ગરમીનો પારોવધવા સાથે લઘુત્તમ તાપમાન 26 અને મહત્તમ 35.3 ડિગ્રી નોંધાયુ હતુ.જ્યારે હવાની ગતી 10 કિમી અને ભેજ 80 ટકા રહ્યો હતો.જેની સરખામણી શનિવાર સાથે કરીએ તો શનિવારે લઘુત્તમ તાપમાન 26.4 અને મહત્મ 31.8 ડિગ્રી રહ્યુ હતુ.આમ એક દિવસમાં વરસાદ ન થતા ગરમીનો પારો 3.5 ડિગ્રી વધી ગયો હતો.જિલ્લા વાસીઓએ સવારથી સાંજ સુધીમાં 9.3 ડિગ્રી ફેરફાર અનભવ્યો હતો.અત્રે ઉલ્લેખનીય છેકે અત્યાર સુધીમાં જિલ્લામાં ચોમાસુ સીઝનમાં 1894 મીમી એટલેકે 31.59 ટકા વરસાદ નોંધાઇ ચુક્યો છે.જ્યારે આજે પણ જિલ્લામાં વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે.આમ આજે ઝાલાવાડના મોટાભાગના તાલુકાઓમાં વરસાદે વિરામ લીધો હતો જેના કારણે લોકોમાં પણ રાહત જોવા મળી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
कुक्कडगाव येथे चोरट्यांनी टपरी फोडली@india report
कुक्कडगाव येथे चोरट्यांनी टपरी फोडली@india report
બિહારમાં ઝેરી દારૂનો કહેર, છપરામાં 13, વૈશાલીમાં 3ના મોત
બિહારમાં નકલી દારૂનો કહેર અટકવાનું નામ નથી લઈ રહ્યો. વૈશાલી જિલ્લામાંથી ત્રણ લોકોના શંકાસ્પદ...
Kejriwal and AAP govt. shielding militants, gangsters : Chugh
NIA or CBI must take up investigation in Sukhbir case : Chugh
BJP national general secretary...
રાજુલાના ટી.ટી.કોટન નજીક સર્જાયો ગંભીર અકસ્માત..., કોડીનારથી બગદાણા જતી રીક્ષાનો થયો અકસ્માત....
રાજુલાના ટી.ટી.કોટન નજીક સર્જાયો ગંભીર અકસ્માત..., કોડીનારથી બગદાણા જતી રીક્ષાનો થયો અકસ્માત....
जयपुर में कनारा बैंक की ब्रांच ने बुर्का पहनी मुस्लिम महिला को प्रवेश नकारा | Hindustani Reporter |
जयपुर में कनारा बैंक की ब्रांच ने बुर्का पहनी मुस्लिम महिला को प्रवेश नकारा | Hindustani Reporter |