જસદણના આટકોટ રોડ ઉપર આવેલ તપોવન આશ્રમમાં ગુરુપૂર્ણિમા ના પાવન પર્વ નિમિત્તે ઉજવણી કરવામાં આવી
જસદણ વીંછિયા પંથકમાં આજે વહેલી સવારથી જ ઠેર ઠેર મોટી સંખ્યામાં ભાવિક ભક્તોની ઉપસ્થિતિમાં ગુરુ પૂજન કરાયું હતું. ભક્તોએ પોતાના ગુરુ ની પૂજા કરી ગુરુ દક્ષિણા આપી ગુરુના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી ત્યારે જસદણ વિસ્તારના લોકોએ ગુરુપૂર્ણિમાની શુભેચ્છા અને શુભકામનાઓ પાઠવી હતી ગુરુ એ ઈશ્વર સુધી પહોંચવાનો ઉત્તમ માર્ગ માનવામાં આવે છે અને સમાજ આજે ગુરુજનોના આશીર્વાદ થી ધર્મનું જ્ઞાન પ્રાપ્ત કરી રહ્યો છે