સુરેન્દ્રનગરમાં કિન્નર દ્વારા યુવાનને કેનાલ પાસે લઇ જઇ પેટ્રોલછાંટી સળગાવી દેવામાં આવ્યો હતો.આ બનાવમાં ગંભીર રીતે દાઝેલા યુવાનને સારવાર માટે અમદાવાદ લઇ જવાયો હતો.જ્યાં તેનુ મોત થયુ હતુ.આ બનાવમાં પકડાયેલા કિન્નરે જેલમાં આત્મ હત્યા કરી લીધી હતી.તેના ત્રણ દિવસ બાદ જે યુવાનુ પણ મોત થયુ હતુ.સુરેન્દ્રનગર બંસીધર સોસાયટીના રહેતા અને મંડપ સર્વીસનો વ્યવસાય કરતા ધીરૂભાઇ લક્ષ્મણભાઇ પરાલીયા પર નર્મદા કેનાલે બોલાવી પેટ્રોલ છાંટીને સળગાવવાનો બનાવ બન્યો હતો.જેમાં ધીરૂભાઇ શરીરે દાજી ગયા હોવાથી તેમને સારવાર માટે લઇ જવાયા હતા.આ બનાવમાં પોલીસે કિન્નર યોગેસ ઉર્ફે સાનિયા સાથે સબંધ હોઇ અને સબંધ બાંધવા માટે દબાણ કરતા હોવાથી સાનિયએ ધીરૂભાઇ પર કેરોસીન છાંટી દિવાસળી ચાંપી દિધી હતી.આ બનાવમાં ફરાર કિન્નર સાનિયાને ઝડપી પાડી જેલ હવાલે કરાઇ હતી.જેણે મંગળવારે જેલ બેરેકમાં ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી.આ બનાવમમાં ભોગ બનનાર ધીરૂભાઇ પરાલીયા સુરેન્દ્રનગર ખાનગી હોસ્પીટલમાં સારવાર લીધા બાદ અમદાવાદ વધુ સારવાર માટે લઇ જવાયા હતા.જ્યાં શુક્રવારે મોત થયુ હુત. આમ કિન્નરની આત્મહત્યાના બનાવના ત્રણ દિવસ બાદ શુક્રવારે ધીરૂભાઇ પરાલીયાનું પણ મોત થયુ હતુ.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं