મહેસાણા પોલીસે બાતમી આધારે વીરમપુરાથી ચિત્રોડીપુરા જતા રોડ પરથી બાઇક પર વિદેશી દારૂ વેચતા 3 શખ્સને દબોચી લીધા હતા. પોલીસે  1.36 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ આદરી છે.

વીરમપુરાથી ચિત્રોડીપુરા રોડ પર રામાંપીરના મંદિર પાસે ખુલ્લામાં ચેતન ઠાકોર, આકાશ ઠાકોર અને જયેશ ઠાકોર બાઇક પર બેસી વિદેશી દારૂનો વ્યાપાર કરતા હોવાની બાતમી મહેસાણા તાલુકા પોલીસને મળી હતી. પોલીસે રેડ મારતા ચેતન ઠાકોર, આકાશ ઠાકોર અને જયેશ ઠાકોર ઝડપાઇ ગયા હતા. સમગ્ર મામલે પોલીસે બે બાઈક, રોકડા રૂપિયા મોબાઈલ મળી કુલ  1.36 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી ચેતન ઠાકોર,જયેશ ઠાકોર, આકાશ ઠાકોર સામે તાલુકા પોલીસે ફરિયાદ નોંધી છે.