કલોલ તાલુકાના ધાનોટ કંપનીમાં નોકરી કરતા યુવક બાઈક લઈને ખરીદી કરવા માટે નીકળ્યો હતો અને કરણનગર પાટિયા પાસે પહોંચતા અચાનક જ તેનું બાઈક સ્લીપ ખાઈ ગયું હતું અને તેને ગંભીર રીતે ઇજાઓ પહોંચી હતી. તેઓને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. ઘટનાને લઇ કડી પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી.
ડીસા તાલુકાના ચંપુસિંગ કલોલ તાલુકાના ધાનોટ ગામે આવેલ સોમાણી કંપનીમાં નોકરી કરે છે અને કંપનીની સામે આવેલા મકાનમાં ભાડેથી પરિવાર સાથે રહે છે. તેમનો કુટુંબીક ભાઈ પણ તેમની સાથે જ રહે છે. તેઓ કંપનીમાં નોકરી કરીને પોતાના ઘરે આવ્યા હતા અને બાઈક લઈને ખરીદી કરવા માટે ગયા હતા.
ધાનોટ સોમાણી કંપનીની સામે આવેલ ભાડાના મકાનમાં રહેતા ચંપુસિંગ તેમના કંપનીમાં નોકરી કરતા સત્યપ્રસાદનું બાઈક લઈને કરણનગર પાટીયા તરફ ખરીદી કરવા ગયા હતા અને કરણ નગર પાટીયા પાસે આવેલા રામદેવપીરના મંદિર પાસે પહોંચતા અચાનક જ બાઈક સ્લીપ ખાઈ ગયું હતું. જેથી તેઓ રોડ ઉપર પછડાયા હતા.
અકસ્માત થતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને યુવકને 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ઘટનાને લઇ તેના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન યુવકનું કરુણ મોત થયું હતું. ઘટનાને લઇ કડી પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી.