રાજકોટ રૂરલ ક્રાઈમ બ્રાંચની ટીમે રાજકોટ, સુરેન્દ્રનગર અને જામનગર જિલ્લાના ગામડાઓની સીમમાં આવેલા સોલાર પ્લાન્ટમાંથી કેબલ ચોરી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. સાયલાના ક્ન્સાલાના બે ભરવાડ શખ્સોની ધરપકડ કરાઈ છે.આ અંગે મળતી વિગત મુજબ કોટડા સાંગાણીના મોટા માંડવા ગામે સીમમાં પ્રાઈવેટ કંપનીના સોલાર પ્લાન્ટ માંથી કેબલ ચોરી થઈ હતી. જે અંગે એસપી જયપાલસિંહ રાઠોડે સુચના આપતા રાજકોટ રૂરલ ક્રાઈમ બ્રાંચના પીઆઈ વી.વી.ઓડેદરાના માર્ગદર્શનમાં પીએસઆઈ એચ.સી.ગોહિલ, પીએસઆઈ ડી.જી.બડવા તેમની ટીમ સાથે તપાસમાં હતા.ત્યારે બાતમી મળતા સાયલાના ક્ન્સાલા ગામના રીક્ષા ચાલક કાનજી ઉર્ફે કાનો નાગજી સીંઘવ (ઉ.વ.21) અને ડ્રાઈવીંગનો ધંધો કરતા અર્જુન જેસા મીર ભરવાડ (ઉ.વ.23)ને દબોચી લઈ આગવી ઢબે પુછપરછ કરાતા સુરેન્દ્રનગર રાજકોટ અને જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સોલાર પ્લાન્ટના કેબલની 18 ચોરીનો પર્દોફાશ થયો હતો.તપાસમાં સાયલાના સીતાગઢ (ડગીયા) ગામમાં કરશન ઉર્ફે કસો ઉર્ફે સગુણા રામજી થરેશા (કોળી) અને જયદીપ વિરમ થરેશા (કોળી) ના નામ ખુલ્યા છે તેની શોધખોળ હાથ ધરાઈ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં કરેલી ચોરીની વિગત મુજબ આરોપીઓએ ચારેક મહિના પહેલા મુળીના ટીડાણા ગામે સોલાર પ્લાન્ટ માંથી વાયરના સાતથી આઠ ગુંચળા ચોરી કરેલ. ચોટીલાના સણોસરાથી, ચુડાના ખાંડીપાથી, મૂળીના દીકસરથી, ધ્રાંગ્રધ્રાના બાવલીથી,લીંબડીના ચોરણીયાથી, લીંબડીના નાના ટીંબલાથી, જામનગરના જોડીયાના દુધઈથી સોલાર પ્લાન્ટમાંથી વાયરોની વોસ કરી હતી.આ કામગીરીમાં રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી.ના પીઆઈ વી.વી.ઓડેદરા, પીએસઆઈ એચ.સી.ગોહિલ પીએસઆઈ ડી.જી.બડવા, એ.એસ.આઈ. મહેશભાઈ જાની, અમીતસિંહ જાડેજા, હેડ કોન્સ.જયેન્દ્રસિંહ વાઘેલા, નરેન્દ્રસિંહ રાણા, મહિપાલસિંહ જાડેજા, પ્રહલાદસિંહ રાઠોડ, અનિલભાઈ ગુજરાતી, દિગ્વિજયસિંહ રાઠોડ, રૂપકબહાદુર બોહરા, ધર્મેશભાઈ બાવળીયા, કોન્સ્ટેબલ રસીકભાઈ જમોડ, ઘનશ્યામસિંહ જાડેજા, ભાવેશભાઈ મકવાણા તથા અનિરૂદ્ધસિંહ જાડેજા, દિલીપસિંહ જાડેજા વિગેરે સ્ટાફ જોડાયેલ હતાં.