મહેસાણા રાધનપુર ચોકડી પર આવેલ કિડસ કિંગડમ સ્કૂલમાં બકરી ઈદની વિધાર્થીઓ પાસે ઉજવણી કરાવતા મામલો ગરમાયો છે. હિન્દૂ સંગઠન દ્વારા વિરોધ કરી રામધૂન બોલાવી ભારે વિરોધ સાથે સ્કૂલ પાસે હોબાળો મચાવ્યો હતો.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

મહેસાણા સ્થિત કિંડસ કિંગડમ સ્કૂલમાં બકરી ઇદની ઉજવણી અંગે ગઈકાલે સોશ્યલ મીડિયામાં રોષ બાદ હિન્દૂ સમાજ અને હિન્દૂ સંગઠનો એ આજે સ્કૂલમાં ઘુસી પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. ગઈકાલે બકરી ઇદની રજા હોવાથી સ્કૂલ બંધ હતી પરંતુ આજે હિન્દૂ બહુ સંખ્યક વિસ્તારમાં આવેલી અને હિન્દૂ બાળકો અભ્યાસ કરે છે.

એ કિંડસ કિંગડમ સ્કૂલમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ સહિત ના હિન્દૂ સંગઠનો આજે કિંડસ કિંગડમ સ્કૂલે પહોંચી ભારે વિરોધ કર્યો છે. વિરોધની સાથે હિન્દૂ સંગઠનોએ બકરી ઇદ ઉજવણીના વિરોધ સાથે જયશ્રી રામની ધૂન પણ બોલાવી હતી. સ્કૂલમાં હિન્દૂ સંગઠનોના વિરોધ અને રોષના પગલે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. 

બકરી ઇદ ઉજવણી વિવાદ બાદ સ્કૂલ સંચાલકોએ લેખિતમાં માફી હિન્દૂ સંગઠનોએ સ્કૂલમાં ઘુસી વિરોધ નોંધાવ્યો હતો. જેને લઈ શાળાના સંચાલકોએ લેખિત અને મૌખિક માફી માંગી હતી. તેમની સ્કૂલમાં ભૂતકાળમાં આવી કોઈ ભૂલ થઈ નથી અને બકરી ઈદની ઉજવણી અંગે દિલગીરી વ્યકત કરી ભવિષ્યમાં આવી ભૂલ નહીં થાય તેવી ખાત્રી આપી છે. બીજી તરફ, સ્કૂલ સંચાલિકાએ પણ હિન્દુ સંગઠનો અને વાલીઓની માફી માંગી છે. પોલીસે મધ્યસ્થી કરી મામલો હાલમાં તો થાળે પાડ્યો છે.