પાવાગઢ ખાતે આવેલું ૫૧ શક્તિપીઠ પૈકીનું શ્રી મહાકાળી માતાજી મંદિરના સર્વાંગી વિકાસ અને ભક્તોની સુવિઘા માટે ગુજરાત સરકારના ગુજરાત પવિત્ર યાત્રાઘામ વિકાસ બોર્ડ દ્વારા સમગ્ર પાવગઢના વિકાસ માટે વર્ષ- ૨૦૧૭માં રૂપિયા ૧૨૧ કરોડની વહીવટી મંજૂરી આપવામાં આવી હતી. દેશના વડાપ્રઘાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે તા. ૧૮મી જૂન, ૨૦૨૨ના રોજ રુપિયા ૧૨૧ કરોડના કામોનું લોકાર્પણ અને મંદિરની ઘ્વજારોહણ વિધિ કરવામાં આવી હતી. હવે તો કહે છે કે, મંદિરની રોનક બદલાઇ ગઇ છે. સરકાર દ્વારા સમગ્ર પાવાગઢના સર્વાંગી વિકાસ બે તબક્કામાં સુચારું આયોજન કરવામાં આવ્યું છે. પાવગઢમાં ફેઝ- ૧માં પાવગઢમાં વાયડનીંગ ઓફ પાથ-વે, ટોયલેટ બ્લોક, પોલીસ બુથ, વોટર હટ, સીટીંગ પેવેલીયન, ચોક, ઓટલા, ફુડ કોર્ટ, વોટર સપ્લાય એન્ડ ડ્રેનેજ, સાયનેજીસ વગેરે વિકાસ કામમાં કરવામાં આવ્યા છે. વાયડનીંગ ઓફ પાથ- વેની કુલ લંબાઇ ૩.૦૧ કિ.મી કરવામાં આવી છે. જેને કુલ ૨૫ સ્ટ્રેચમાં વહેચવામાં આવી છે. જેમાં કુલ- ૨૩૭૪ પગથિયાનું નિર્માણ કરવામાં આવ્યું છે. ફેઝ- ૨માં મંદિરના પરિસરના વિસ્તૃતિકરણની કામગીરી કરવામાં આવી હતી. જેમાં હયાત મંદિર પરિસર ૫૪૫ ચો.મી.નું હતું. જે વિસ્તૃતિકરણ બાદ મંદિર પરિસરનો એરિયા ત્રણ લેવલમાં વિસ્તારવામાં આવ્યો છે. જેમાં લેવલ – ૧ માં ૪૦૦ ચો.મી., લેવલ- ૨ ૧૩૯૫ ચો.મી., અને લેવલ- ૩માં ૧૧૮૫ ચો.મી. મળી કુલ- ૨૯૮૦ ચો.મી.નું વિસ્તૃતિકરણ કરવામાં આવ્યું છે. તેમજ પાથ- વે વીજળીકરણ, પબ્લીક એડ્રેસ સિસ્ટમ તથા સી.સી.ટી.વી.ની કામગીરીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ રમણીય યાત્રાઘામ તળેટી, માંચી અને શ્રી મહાકાળી માતાજીનું મંદિર એમ મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેંચાયેલું છે. ફેઝ- ૩માં પાવગઢ યાત્રાઘામમાં તળેટીના વિસ્તાર માંચી ચોક ખાતે ભક્તોને પુરતી પાયાની સુવિઘા ઉપલબ્ઘ કરાવવાનું આયોજન છે. ભક્તોને માંચ ચોક ખાતે ખાણીપીણીના સ્ટોલ, ઇન્ફોર્મેશન સેન્ટર, હેલ્થ, પોલીસ, વોટર સપ્લાય, વીજળી અને એડમીન બ્લોક બનાવવા માટે સરકારે વર્ષ- ૨૦૨૨-૨૩ના વર્ષમાં રૂપિયા ૧ કરોડની વહીવટી મંજૂરી આપવામાં આવી છે. પાવાગઢ યાત્રાઘામ ખાતે આવનારા યાત્રાળુઓની સુવિઘા માટે ફેઝ- ૩ ’એ’ માં માંચી ચોક ખાતે ઓફિસ બ્લોક – એનું બાંઘકામ, ચાચર ચોકનું સ્ટોન ફલોરિંગ, મલ્ટી લેવલ પાર્કિંગ, શૌચાલય, પ્રવેશ દ્વાર, સાઇનેજીસ, ફાયર- ફાઇટીંગ, વોટર સપ્લાય, ડ્રેઇનેજીસ અને ઇલેક્ટ્રીફીકેશનની કામગીરી અંદાજે રૂપિયા ૧૩ કરોડના ખર્ચે કરવામાં આવનાર છે. યાત્રાઘામ પાવગઢ ખાતે લાખોની સંખ્યામાં ભક્તો આવતા હોવાની વાતને ઘ્યાનમાં રાખીને સરકાર દ્વારા ફેઝ- ૩- બી માં ચાંપાનેર ખાતે ૨- પાર્કિંગ, ચાંપાનેરના અંદર અને બહારના રસ્તાની કામગીરી, ફોર્ટનું લાઇટીંગ- ઇલેક્ટ્રીફીકેશનની કામગીરી રૂપિયા ૪૦ કરોડથી વઘુના ખર્ચે કરવામાં આવનાર છે.જેની કામગીરી ટુંક સમયમાં શરૂ કરવામાં આવશે. જગતજનની મા કાલિકાના મંદિરનો માસ્ટરપ્લાનિંગ કરી તેનો સર્વગ્રાહી વિકાસ થાય તે હેતુંથી સરકારે કુલ પ્રોજેક્ટ રકમ ૨૩૮ કરોડના ખર્ચે વિવિઘ વિભાગોની કામગીરી માટે નાણાકીય વર્ષ- ૨૦૨૩-૨૪માં નવી બાબત રૂપે રૂપિયા ૧૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. જેને સૈધ્ધાંતિક મજુરી આપવામાં આવી છે. વડીલો સહિત ભક્તો મહાકાળી માતાજીના દર્શન કરવામાં સરળતા રહે તે માટે સરકાર દ્વારા રોપ- વે એક્સ્ટેશનની કામગીરી હેઠળ મંદિર પરિસર સુઘી પહેાંચી શકાય તે માટે હાઇડ્રોલિક લીફટની કામગીરી કરવામાં આવી રહી છે. તેમજ ૫ હજાર કરતા વઘુ ભક્તો જમી શકે તે માટે ભોજનાલય બનાવવામાં આવનાર છે. રાજય સરકારના આ પ્રયાસોથી આ તીર્થસ્થાનમાં શ્રધ્ધા સાથે સુવિઘાનો સંગમ થશે. જેનાથી વઘુને વઘુ માઇ ભકતો માના દર્શને ઉમટી પડશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
विलेज सफारी में ग्रामीण रहन-सहन, वेशभूषा व संस्कृति से रूबरू हुए विदेशी पर्यटक
बूंदी महोत्सव 2024, विलेज सफारी का हुआ आयोजनग्रामीण रहन-सहन, वेशभूषा व संस्कृति से रूबरू हुए...
દાહોદ શહેરમા થયેલ ત્રણ મોબાઇલ ચોરીનાના આરોપીને ૨૪ કલાકમા ઝડપી પાડતી દાહોદ ટાઉન એ ડિવીઝન પોલીસ
દાહોદ શહેરમા થયેલ ત્રણ મોબાઇલ ચોરીનાના આરોપીને ૨૪ કલાકમા ઝડપી પાડી ૧૦૦% મુદામાલ રીકવર કરતી દાહોદ...
जयपुर के भिखारियों को बनाया जाएगा आत्मनिर्भर:राइजिंग राजस्थान से पहले नगर निगम ने शुरू किया अभियान
राइजिंग राजस्थान के दौरान जयपुर को खूबसूरत बनाने के साथ ही भिखारी मुक्त भी बनाया जा रहा है। नगर...
તાપી જિલ્લામાં નવા 110 સીસીટીવી કેમેરા લાગશે.
તાપી જિલ્લામાં નવા 110 સીસીટીવી કેમેરા લગાવવાની જાહેરાત સાથે વ્યારામાં મંત્રી હર્ષ સંઘવીના...
चिमुकलीच बोलणं ऐकून पोट धरून हसाल, म्हणती तर काय बघा... । Viral Video । Hpn Marathi News
चिमुकलीच बोलणं ऐकून पोट धरून हसाल, म्हणती तर काय बघा... । Viral Video । Hpn Marathi News