સુરેન્દ્રનગર સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા જવારચોક ધર્મભક્તી નામના કોમ્પલેક્ષમા સોનાના વેપારીઓ સાથે થયેલી વિશ્વાસઘાત તથા છેતરપિંડીના ગુનાના આરોપીઓને ગણતરીના કલાકોમાં પોલીસે ઝડપી લીધા હતા. આરોપીઓ પાસેથી સોનાના દાગીના કિ.રૂ 16,40,836ના તથા રોકડા 53,000 તથા મોબાઇલ ફોન નંગ- 7 કિ. 34,800 તથા એક ફોરવ્હીલ કાર કિ.રૂ 5,00,000 તથા અન્ય મુદામાલ કિ.રૂ 1600 એમ મળી કુલ રૂ 22,43,436ના મદ્દામાલ સુરેન્દ્રનગર સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનની સર્વેલન્સની ટીમે જપ્ત કર્યો છે.તાજેતરમાં સુરેન્દ્રનગર સીટી જવાહરચોક ધર્મભકિત કોમ્પલેક્ષ-2માં અમુક ઇસમો દ્વારા છેલ્લા ત્રણ માસથી વી.એન.જવેલર્સ નામની ભાડેથી દુકાન રાખી કાવતરૂ ઘડી આજુબાજુના સોની વેપારીઓ સાથે સોનાના દાગીના તથા રોકડ રકમનો વ્યવહાર કરી સોની કામ કરતા વેપારીઓને વિશ્વાસમાં લઇ, ગઇ તા.25/06/2023ના રોજ સોનાના વેપારી પાસેથી (1) સોનાની બુટી જોડ નંગ-18 તથા સોનાના પેન્ડલ સેટ જોડ નંગ-2 કિ. રૂ. આશરે 2,00,000 (2) સોનાના ચેઇન નંગ 18 કિ રૂ 15,25,000 તથા (3) સોનાની ચુક નંગ-180 કિ રૂ 25000 તથા (4) સોનાની ચેઇનના આકડા નંગ-60 કિ રૂ 100000 એમ મળી કુલ રૂ 18,50,000ના સોનાના દાગીના લઇ વિશ્વાસધાત તથા છેતરપીંડી કરી સોનાના દાગીના લઇ નાસી ગયા હતા.સુરેન્દ્રનગર સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન આઇપીસી કલમ- 406, 420, 120બી મુજબ ગુનો નોંધાયો હતો. જેથી સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષક હરેશ દુધાત તથા નાયબ પોલીસ અધિક્ષક સુરેન્દ્રનગર ડીવીઝનના એચ.પી.દોશી ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ આરોપીઓને શોધી કાઢવા સારૂ સુચના આપેલી હોય જેથી સુરેન્દ્રનગર સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર આર.એમ.સરોદેના માર્ગદર્શન હેઠળ સુ.નગર સીટી એ.ડીવીઝન પોલીસ સ્ટેશન પો.સબ.ઇન્સ કે.એચ.ઝનકાત સા તથા સર્વેલન્સ સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી ટેકનીકલ તેમજ હ્યુમન શોર્સની મદદ મેળવી સદરહુ ગુનામા સંકળાયેલા આરોપીઓ (1) વિજયભાઇ અંબાલાલભાઇ પંચાલ ( ઉ.વ 52 રહે.રામચાલી, જવાહરચોક, સાબરમતી અમદાવાદ શહેર મુળ રહે,બંગલી નંબર- 7,શતલીલાશા સોસાયટી, ગોધરા રોડ, દાહોદ ) (2) નવીનભાઇ ઉર્ફે કાળુ ગુલાબભાઇ પરમાર ( ઉ.વ 30, રહે-102 રાજાવીર સોસાયટી, ઠકકરબાપા નગર, અમદાવાદ શહેર ) (3) જીગ્નેશભાઇ કિશોરભાઇ વાઘેલા ઉ.વ 26 રહે. કબીરવાડી અનીલસ્ટાર મીલ રોડ બાપુનગર અમદાવાદ શહેર ) (4) સૌરભભાઇ સુભાષભાઈ ભાવશાર ( ઉ.વ 33 રહે. 330/4 પરષોતમનગર વિરાટનગર રોડ, નિકોલ અમદાવાદ શહેર ) વાળાઓને ગણતરીના કલાકોમાં અમદાવાદ શહેર તથા ગાંધીનગર ખાતેથી ઝડપી પાડી આગળની ધોરણસરની કાર્યવાહી કરી છે.