બનાસકાંઠા જિલ્લા ના ડીસા તાલુકા ના જાબડીયા ગામે નવા ઈતિહાસની શરૂઆત..જાબડીયા ગામમાં ચાતુર્માસ પ્રવેશ અંતર્ગત ગુરુ ભગવંતોનું સામૈયું કરવામાં આવ્યું...ડીસા તાલુકાના ઝાબડિયા ગામમાં આગમવિશારદ પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રી વિજય તપોરત્ન સૂરીશ્વરજી મહારાજાની નિશ્રામાં તેમના શિષ્યરત્ન પૂજ્ય ગણિવર્ય શ્રી કલ્પરક્ષિત વિજયજી મહારાજ સાહેબ અને પૂજ્ય મુનિરાજ શ્રી જ્ઞાનરક્ષિત વિજયજી મહારાજ સાહેબની નિશ્રામાં ચાતુર્માસ પ્રવેશ કાર્યક્રમ યોજાયો.જેમાં ભગવંત ગુરુમહારજો નું 300 દીકરી દ્વારા ભવ્ય સામૈયું કરવામાં આવ્યું હતું અને શાળાના 500 થી વધુ છોકરાઓ હાથમાં ખાંડ લઈને ચાલતા હતા સાથે નાસિક ઢોલ ના સુરો સાથે સ્વાગત કરાયું ચાતુર્માસ દરમ્યાન શ્રી પાર્શ્વનાથ ભગવાનની પધરામણી શૈલેષભાઈ શાહના ઘર આંગણે કરવામાં આવી છે જેને લઈ સમગ્ર ગામમાં ભવ્ય રેલી નીકળી હતી અને ઠેરઠેર મહારાજ સાહેબનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું આ પ્રસંગે આજુ-બાજુના દરેક ગામના તમામ સરપંચશ્રી તેમજ ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય તપોરત્ન સુરીશ્વરજી મહારજા પ્રવચનમાં જણાવ્યું હતું કે મંદિરો જ્યાં સુધી હયાત છે ત્યાં સુધી સંસ્કારોને નષ્ટ નાબૂદ કોઈ કરી શકવાનું નથી બનાસકાંઠાને સંસ્કારકાંઠા બનાવવાનું અભિયાન ચાલુ કર્યું છે. તેમાં તમામ ગામના લોકો સાથે સહકાર આપવા જણાવ્યું હતું આ કાર્યક્રમમાં રાજકીય સામાજિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે ગામ પરગામના દાતાશ્રીઓએ દાનની સરવાણી વહાવી હતી અને આવેલા તમામ મહેમાનોનું પણ સ્વાગત કરાયું ગુરુ ભગવંત મહારાજ સાહેબ ને આવકારવા મોટી સંખ્યામાં ભાઈ બહેનો હાજર રહેલ અને સર્વ ગ્રામજનોમાં આનંદ ઉત્સાહ ચરસીમાએ જોવા મળ્યો હતો...