પાલનપુર- ડીસા હાઇવે પર કુશકલ પાટિયા પાસે ઈક્કો ગાડી અને ઈલેક્ટ્રીક મોટર સાઇકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં મોટર સાઈકલ સવારનું મોત થયું હતું. ઈક્કો ગાડીના ચાલકે પોતાની ગાડી પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી બાઈકને અડફેટે લીધી હતી. જેથી અકસ્માત થતા બાઈક સવારને ગંભીરઈજા પહોંચી હતી. જેને પગલે તેનું મોત થયું છે. ત્યારે અકસ્માત સર્જી ઇક્કો ગાડીનો ચાલક ગાડી મૂકી નાસી છૂટ્યો હતો. જેથી ગઢ પોલીસે તપાસ હાથ ધરી છે.
આજે પાલનપુર-ડીસા હાઈવે ઉપર કુશકલ પાટીયા નજીક મેઘરાજભાઈ ગોળ પોતાની મોટર સાયકલ લઈ પસાર થઈ રહ્યા હતા. જે સમય દરમિયાન ઈક્કો ગાડી ચાલકે પૂરઝડપે ચલાવી મોટરસાયકલને ટક્કર મારતા મેઘરાજભાઈ રોડ ઉપર પટકાયા હતા. જેથી અકસ્માત સર્જાયો હતો. જે બાદ ઇક્કો ચાલક અકસ્માત સર્જી ગાડી મૂકી ત્યાંથી નાસી છૂટ્યો હતો. બનાવની જાણ ગઢ પોલીસને થતા તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી. તેમજ પરિવારજનોએ ઇજાગ્રસ્તને પ્રાઇવેટ ગાડીમાં ચંડીસર સીએચસી સરકારી દવાખાને લઈ ગયા હતા, જ્યાં ડૉક્ટરે મરણ જાહેર કરેલ જેથી તેમના મૃતદેહને સીએચસી ચંડીસર ખાતે ખસેડી ગઢ પોલીસે તપાસ હાથ ધરી છે.