સાયલાના લાલબાપા મંદિરના સભાગૃહમાં આપણું ગામ સલામત ગામ બને તેવા અંતર્ગત જિલ્લા પોલીસવડા સહિતના અધિકારીઓની સાયલા, ચોટીલા, લીંબડી, ચુડા અને થાનના 300 જેટલા સરપંચ અને સદસ્યોને ગામમાં સીસીટીવી કેમેરા, પરપ્રાંત શ્રમજીવીની પોલીસને માહિતી તેમજ હથીયાર તેમજ ગુના અટાવવા બાબતની માસ્ટર કી આપી હતી.આધુનિક ટેક્નોલોજીમાં ગુન્હાઓનું પ્રમાણને નેસ્તર નાબુદ કરવા અને આપણું ગામ સલામત ગામની ઓળખ બને તેવા હેતું સાથે સરપંચ સાથે જિલ્લા પોલીસ વડા હરેશ દૂધાત, ડીવાયએસપી ચેતનકુમાર મુંધવાની ઉપસ્થીતીમાં સરપંચોની બેઠક મળી હતી. સાયલાના લાલાબાપા મંદિરના સભાગૃહમાં મળેલી બેઠકમાં લીંબડી, ચુડા અને થાન, સાયલા અને ચોટીલાના 300 જેટલા સરપંચ અને સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમામાં જિલ્લા વડા દૂધાતે ગામડાના પોલીસ પટેલની ઓળખ ધરાવતા સરપંચોને જાહેર જગ્યાએ સીસી ટીવી કેમેરા લગાવા માટે સૂચન કર્યું હતુંં.જેના કારણે ગુનેગારોને ઝડપી લેવા અને ગુના અટકવામાં મદદ મળશે. ખાસ કરીને ગામમાં કામે આવતા પરપ્રાંત શ્રમજીવીની પોલીસને માહિતી આપવાની પણ સરપંચની ફરજ બતાવી હતી. વધુમાં સરપંચ પોલીસની સાંકળ બને તો ગુનાઓમાં ઘટાડો થશે અને વાહન આપ-લે, પોતના કિમંતી ઘરેણા બેંક લોકરમાં રાખવાથી સલામતી બાબતે સજાગ બનવાનું પણ સૂચન કર્યું હતું. સરપંચોને ગામમાં ગેરકાયદેસર હથિયારધારક અને લાયસન્સ ધરાવતા હથિયાર બાબતે સમજ આપી હતી. સીપીઆઇ એમ.એચ. પુવાર, પીએસઆઇ એચ.જી.ગોહિલ, કે.બી. વિહોલ, આઇ.બી.વળવી, જે.જે.જાડેજા સહિતના પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.