દાહોદ શહેર ની ગાંધીચોક ની મુખ્ય હોલિકા દહન પછી શહેર ભર માં અનેક સ્થળો એ હોલિકા દહન કરવામાં આવ્યું જે ( રાજ કાપડિયા. 9879106469. સમાચાર અને જાહેરાત આપવા સંપર્ક કરો) હોળી પર્વ ને લઈ દાહોદ વાસીઓ માં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો પર્યાવરણ ની જાળવણી માટે શહેર માં મોટે ભાગે ઇકો ફ્રેંડલી હોળી નું આયોજન કરવામાં આવ્યું હતું શહેર માં લગભગ 150 જેટલા સ્થળો એ હોલિકા દહન નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 110 થી વધુ સ્થળો એ ગૌ કાષ્ઠિ, છાણાં અને કાગળો નો ઉપયોગ કરી ઇકો ફ્રેન્ડલી હોળી ગોઠ્વવામાં આવી હતી દાહોદ માં વર્ષો થી ચાલી આવતી પરંપરા પ્રમાણે શહેર ની મુખ્ય હોળી ગાંધી ચોક ખાતે પ્રગટાવવામાં આવે છે ત્યાર પછી જ શહેર માં અન્ય સ્થળો એ હોલિકા દહન કરવામાં આવે છે દરેક વિસ્તાર માથી લોકો અહી આવી હોળી પ્રગટ્યા પછી અગ્નિ લઈ ને પોતાના વિસ્તાર માં જઈ તે અગ્નિ વડે હોળી પ્રગટાવે છે દર વર્ષે આ સ્થળે અલગ અલગ સમાજ ને પુજા માટે આમંત્રિત કરવામાં આવતા હોય છે તેના ભાગરૂપે આ વર્ષે પંચાલ સમાજ ને આમંત્રણ આપવામાં આવ્યું હતું પંચાલ સમાજ દ્રારા પુજા આર્ચના કરી હોળી પ્રગટાવવામાં આવી હતી ત્યાર બાદ અલગ અલગ વિસ્તાર માં લોકો અહી થી અગ્નિ લઈ દોડતા જઈને પોતાના વિસ્તાર ની હોળી પ્રગટાવી હતી તેમજ મોટી સંખ્યા માં ઉમટી પડેલા દાહોદ વાસીઓ એ હોળી ની પ્રદક્ષિણા કરી પુજા અર્ચના કરી હતી