થાનગઢ ટાઉન વિસ્તારમાં પોલીસ ઇન્સ્પેક્ટર આઇ.બી.વલવી સાહેબ તથા પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે, ફરીયાદી જયંતિભાઇ નાથાભાઇ ચૌહાણનાઓની સગીર વયની દિકરીને આરોપી દિલીપભાઇ અશોકભાઇ મકવાણા જાતે અનુ.જાતિ ઉ.વ.21 રહે.થાનગઢ આંબેડકરનગર-4 તા.થાનગઢવાળો ભગાડી લઇ ગયેલ.જે પોતાના ઘરે ભોગબનનાર સાથે આવી રાત્રી રોકાણ કરેલ છે. જે હકિકતથી સાથેના પોલીસના માણસોને સમજ કરી હકિકત આધારે ભોગબનનાર તથા આરોપીની તપાસ કરતા આરોપીના ઘરે એક સગીરવયની બાળા તથા એક ઇસમ મળી આવતા પુછપરછ કરતા મજકુર ઇસમે પોતાનું નામ દિલીપભાઇ અશોકભાઇ મકવાણા જાતે અનુ.જાતિ ઉ.વ.21 રહે.થાનગઢ આંબેડકરનગર-4 તા.થાનગઢવાળો હોવાનું જણાવેલ અને પોતે આશરે સાતેક માસ પહેલા ભોગબનનારને લગ્ન કરવાની લાલચ આપી ભગાડી લાવેલાની કબુલાત આપેલ હોય.જેથી ભોગબનનાર તથા આરોપીને ટેકનીકલ તથા ખાનગી રાહે વોચ રાખી આરોપીને શોધી કાઢેલ છે.તેમજ તુરંતજ હસ્તગત કરી આરોપી વિરૂધ્ધ થાનગઢ પોલીસ સ્ટેશન ખાતે લાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.આ કામગીરી થાનગઢ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટ આઈ.બી.વલવી સાહેબ તથા પો.કોન્સ કરશનભાઈ ભીમશીભાઈ તથા પો.કોન્સ મનોજભાઈ પ્રેમજીભાઈ તથા પો.કોન્સ મુનાભાઈ નાનજીભાઈએ બજાવી હતી.