સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ વડા ના માર્ગદર્શન હેઠળ ધાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષક જે. ડી. પુરોહિતના માર્ગદર્શન તથા સુચનાઓથી શહેરી વિસ્તારોમાં ગુનાહીત પ્રવૃત્તિઓને ડામવા કાર્યવાહી હાથ ધરી છે ત્યારે હજુ શ્રાવણ માસને વાર હોય અને શકુનીયો જુગારની હાટડીઓ ખોલી પત્તાની મોજ માણે તે પેહલા પોલીસે દબોચી લીધા ધ્રાંગધ્રા સીટી પોલીસ ઇન્ચાર્જ પી આઈ યુ. એલ. વાધેલા PSI એમ એ સૈયદ, કોસ્ટેબલ, સરફરાજ અનવરભાઈ મલેક, સંજયભાઈ ડાભી, નવઘણભાઈ ખીટ, સચિનભાઈ સોઢા,સહિત સ્ટાફ પેટ્રોલીંગમા હોય તે સમયે પોલીસ કોસ્ટેબલ સરફરાજભાઈ મલેકને મળેલ બાતમીના આધારે શહેરના આંબેડકર નગર વિસ્તારમાં આવેલા કોરીપરા વિસ્તારમાં જાહેરમાં ગંજીપાના જુગાર રમતા આરોપી વિષ્ણુભાઈ ઉફે ભાણો નટુભાઈ કોળી, અજીતભાઈ ગોવિંદભાઈ કોળી, અતુલભાઇ સુરાભાઈ કોળી, જેન્તીભાઈ બાબુભાઈ કોળી, રમેશ ભીમજીભાઈ કોળી, રહે તમામ કોરીપરા વિસ્તાર ધ્રાંગધ્રાવાળા સહિત 5લોકોને ગંજીપાનાનો જુગાર રમતા પકડી પાડેલ પોલીસ પકડાયેલ આરોપીઓ પાસેથી રોકડ રકમ રૂા. 2550 તથા મોબાઇલ નંગ 2 મળી કુલ 4050 ના મુદ્દામાલ કબજે કરી તમામ પકડાયેલ આરોપી વિરુદ્ધ જુગાર ધારા હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.