રાજકોટમાં ચોમાસાની સીઝનનો વરસાદ સારો રહ્યો છે અને ત્યારબાદ વરસાદે વિરામ લીધો હતો જો કે છેલ્લા બે દિવસથી ફરી એક વખત દેખા દીધી છે. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. હજુ બે દિવસ પહેલા જ બાફ અને ગરમી જેવું વાતાવરણ હતું પરંતુ વરસાદથી અચાનક વાતાવરણ બદલી જતા ડેંગ્યુ અને મલેરિયા જેવા રોગચાળો ફાટી નીકળ્યો છે. 

રાજકોટમાં મચ્છરજન્ય રોગથી દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. તેમજ છેલ્લા 7 દિવસમાં શરદી ઉધરસના 359 કેસ, ડેંગ્યુના 10 કેસ, ઝાડા ઉલ્ટીના 101 કેસ નોંધાયા છે. આ ઉપરાંત ચિકનગુનીયા અને મલેરિયાના એક એક કેસ છે. સામાન્ય તાવના હાલ 96 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. રાજકોટમાં રોગચાળો ફટીનીકળતા સિવિલ હોસ્પિટલે દર્દીઓની લાઈન જોવા મળી હતી. રાજકોટ મહાનગર પાલિકા તંત્ર દ્વારા રોગને નિયંત્રીત કરવા માટે શક્ય તેટલા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. 

આ માટે શહેરી વિસ્તારમાં રહેણાંક મકાન, એપાર્ટમેન્ટ, કોમર્શિયલ કોમ્પ્લેક્સ તેમજ દુકાનો અને અન્ય જાહેર સ્થળો પર જ્યાં મચ્છરોની ઉટ્પતી જોવા મળી હોય ત્યાં જે તે મલિક કે ભોગવતને જવાબદાર ગણીને નોટિસ આપવામાં આવી રહી છે. આ કામગીરી હેઠળ કુલ 508 પ્રિમાઇસિસ નજીક મચ્છર ઉત્પત્તિ સબબ તાપસ કરવમાં આવી છે. જેમાં રહેણાંક સહીત મચ્છર ઉત્પત્તિ સબબ 692 આસામીને નોટિસ પાઠવામાં આવી છે.