પાવીજેતપુર ગામેથી વિદેશી દારૂની ખેપ મારનાર બે ખેપિયાઓ

૫૬,૪૯૬ ના વિદેશી દારૂ તેમજ ૨ લાખ ના છોટા હાથી સાથે પકડાયા

       

        પાવીજેતપુર ગામે નાની રાસલી જવાના રસ્તા ઉપર બાતમી આધારે વોચ ગોઠવી દારૂની હેરાફેરી કરનાર બે ખેપીયાઓ ને ૫૬,૪૯૬/- નો વિદેશી દારૂ તેમજ બે લાખનો ટેમ્પો મળી કુલ ૨,૬૮,૦૯૬/- મુદ્દા માલ સાથે પાવીજેતપુર પોલીસે ધરપકડ કરી છે.

પાવીજેતપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમી હકિકત મળેલ કે, બે ઇસમો ક્રિમ કલરની ટાટા કંપનીનો છોટાહાથી ટેમ્પો ગાડી નંબર-GJ-06-AV-4939 માં મધ્યપ્રદેશ છકતલા ખાતેથી દારુ ભરીને તેજગઢ ગામ થઇ જેતપુરપાવી થી રાસલી ગામ થઇ આગળ તરફ જનાર છે જે હકિકત આધારે પાવીજેતપુર પોલીસ પાવીજેતપુર ટાઉનમાં રાસલી ગામ તરફ જતા આર.સી.સી. રોડ ઉપર બન્ને સાઇડે આજુ બાજુ થોડા થોડા અંતરે વોચમા ગોઠવાય ગયેલ અને થોડો સમય વોચમાં રહ્યા બાદ ઉપરોક્ત બાતમી મુજબની ક્રિમ કલર ની ટાટા કંપનીનો છોટાહાથી ટેમ્પો ગાડી આવતા તેને કોર્ડન કરી રોકી લઇ ગાડીના ચાલક તથા બાજુમાં બેઠેલ ઇસમને પકડી પાડી, ગાડીમાં તપાસ કરતા સદર ગાડીમાં ભારતીય બનાવ ટના વિદેશી દારૂના પ્લાસ્ટીકના છુટ્ટા ક્વાર્ટરીયા વિમલના થેલામાં તથા મીણીયા થેલીમાં ભરેલ મળી આવેલ જેથી પકડાયેલ બન્ને ઇસમો પૈકી ચાલકનું નામઠામ પુછતા તેને પોતાનું નામ (૧) અલ્કેશભાઇ અરવિંદભાઇ રાઠવા ઉ.વ.૨૨ રહે. ખોડવાણીયા, ડામર ફળીયા તા.જી.છોટાઉદેપુરનો હોવાનું જણાવેલ. તેમજ બાજુની સીટે બેસેલ ઇસમનુ નામઠામ પુછ તાં તેણે પોતાનું નામ (૨) કમલેશભાઇ જેન્તીભાઇ રાઠવા ઉ.વ.૩૦ રહે. ખોડવાણીયા, વચલા ફળીયા તા.જી. છોટાઉદેપુ

વિદેશી દારુની બોટલો કુલ નંગ-૫૨૮ મળી આવેલ જે એક ક્વાટરીયાની કિ.રૂ.૧૦૭/- લેખે કિ.રૂ.૫૬,૪૯૬/- નો પ્રોહી મુદ્દામાલ ગેરકાયદેસરનો વગર પાસ પરમીટનો મળી આવેલ છે.પ્રોહી મુદ્દામાલની હેરાફેરી કરવામાં ઉપયોગમાં લીધેલ ગાડી જોતાં ટાટા કંપનીની છોટા હાથી ટેમ્પો ગાડી જેની કિંમતરૂ- ૨,૦૦,૦૦૦/- તેમજ મોબાઇલ ફોન બે નંગ જેની કિંમત રૂપિયા ૫૫૦૦ , તથા અંગ જડતી ના રોકડા રૂપિયા ૧૧૦૦ મળી કુલ કિંમત ૨,૬૮,૦૯૬/- નો મુદ્દામાલ પકડી પાડેલ છે પકડાયેલ ઇસમોને પ્રોહી મુદ્દામાલ ક્યાંથી લાવેલ અને કોને આપવાનો હતો તે બાબતે પુછતા જણાવેલ કે પ્રોહી મુદ્દામાલ તેઓ છકતલા(એમ.પી.)ખાતે આવેલ દારુના ઠેકા પરથી લાવેલ અને ઉપરોક્ત મુદ્દામાલ કેમાભાઇ ગુનાભા ઇ રહે. પાણીયા વસાહત તા.સંખેડા જી.છોટાઉદેપુર નાઓને આપવા સારુ લઇ જતા હોવાનું જણાવેલ.

આમ, પાવીજેતપુર નાનીરાસલી જવાના રસ્તા ઉપરથી ૫૬,૪૯૬/- વિદેશી દારૂ સહિત ૨,૬૮,૦૯૬/- ના મુદ્દા માલ સાથે બે આરોપીઓની ધરપકડ કરી તેમજ અન્ય બે આરોપી વિરૂદ્ધ ગુનો દાખલ કરી કાયદસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.