સુરત જિલ્લા કરાટે એસોસિએશન અને મિનિસ્ટ્રી ઓફ યુથ એન્ડ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા પ્રોત્સાહિત સુરત ડિસ્ટ્રિક્ટ કરાટે ચેમ્પિયનશીપ 2023 કરાટેનું આયોજન સુરતના બદ્રીનારાયણ મંદિર ખાતે કરવામાં આવ્યું હતુ.સુરત જિલ્લા કરાટે એસોસિએશનના ચેરમેન અજીતસિંહ સુરમાએ સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા હતા. વિદ્યાર્થીઓના પ્રોત્સાહન માટે જિલ્લા સ્પોર્ટ્સ અધિકારી ચેતન પટેલ, પારસ મિશ્રા (જનરલ મેનેજર,સ્ટેર્સ ફાઉન્ડેશન ઇન્ડિયા) અભિ વ્યાસ હાજર રહ્યા હતા.તેમજ તારાચંદ બાપુ (મોતા)એ આશીર્વચન આપ્યા હતા.સ્પર્ધામાં કુલ 276 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.છ વર્ષથી ઉપરના તેમજ 20 વર્ષથી ઉપરના સ્પર્ધકો દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો.સ્પર્ધાને અંતે વિનોદ સરવૈયાની ટીમ પ્રથમ ક્રમે,વિકાસ જરીવાલાની ની ટીમ દ્વિતીય ક્રમે અને રાકેશ દેશમુખની ટીમ તૃતીય ક્રમે વિજેતા બની હતી.સ્પર્ધાના આયોજન નિમિતે સુરત જિલ્લાની વિવિધ સ્કૂલોમાંથી વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.સ્પર્ધા દરમ્યાન ધારાસભ્ય અરવિંદ રાણાની હાજરી પણ રહી હતી તેમણે મેડલ અર્પણ કરી સ્પર્ધકોને પ્રોત્સાહિત કર્યા હતા.ચેરમેન અજીતસિંહ સુરમા દ્વારા આગામી રાજ્ય કક્ષાની સ્પર્ધાનું સુરત ખાતે આયોજન કરવામાં આવનાર હોવાની માહિતી આપી હતી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન સીમાબેન શર્માએ કર્યું હતું.