ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકના પી.આઇ. યુ.એલ.વાઘેલા અને પીએસઆઇ બી.કે.મારૂડા સહિતના પોલીસ સ્ટાફ પેટ્રોલિંગ દરમિયાન અગાઉથી મળેલી બાતમીના આધારે ધ્રાંગધ્રા તાલુકાના મોટા અંકેવાળીયા ગામ પાદરમાં બાવળની આડમાં ઝાડ નીચે અમુક ઇસમો મોબાઇલ લાઇટના અજવાળે જાહેરમાં ગંજીપાના વડે પૈસાની હારજીતનો જુગાર રમતા હોવાની બાતમીના આધારે અચાનક જુગાર અંગેનો દરોડો પાડી કાર્યવાહી હાથ ધરી હતી.ધ્રાંગધ્રા તાલુકા પોલીસે જુગાર અંગેના આ દરોડામાં ચિરાગ કાંતિભાઇ પારેજીયા (પટેલ), અશોક ઇશ્વરભાઇ પારેજીયા (પટેલ), ચમન રામજીભાઇ પ્રજાપતિ (કુંભાર), દર્શન દિનેશભાઇ મોટકા (પટેલ), પાર્થ ધર્મેન્દ્રભાઇ પીત્રોડા (મીસ્ત્રી), હાર્દિક નટવરભાઇ સાબરીયા (તળપદા કોળી), વિપુલ પ્રહલાદભાઇ મોટકા (પટેલ) અને હરદેવ બાલાભાઇ ઇન્દરીયા (તળપદા કોળી)ને જાહેરમાં ગંજીપાના વડે પૈસાની હારજીતનો તીનપત્તીનો જુગાર રમતા રોકડા રૂ. 32,660 રોકડા, મોબાઇલ નંગ- 8 કિંમત રૂ. 35,500 મળી કુલ રૂ. 68,160ના મુદામાલ સાથે જુગાર રમતા રંગેહાથ ઝડપી પાડી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ધ્રાંગધ્રા તાલુકા પોલીસના આ દરોડામાં પીએસઆઇ બી.કે.મારૂડા, ભરતભાઇ ચાવડા, ઇન્દ્રજીતસિંહ રાઠોડ, જુબેદાબેન પઠાણ અને બિપીનભાઇ સહિતનો પોલીસ સ્ટાફ સાથે હાજર હતો. આ કેસની વધુ તપાસ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકના પીએસઆઇ બી.કે.મારૂડા ચલાવી રહ્યાં છે.