મિયાણી ગામે રહેતા યુવક અને યુવતીએ કેનાલમાં ઝંપલાવ્યું હોવાથી શોધખોળ કરવામાં આવી હતી. કેનાલમાં ભારે શોધખોળના અંતે મીયાણી અને ટિકર વચ્ચે નીકળતી નર્મદા કેનાલમાંથી પ્રેમી યુગલના એકમેક સાથે ચૂંદડી બાંધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા અરેરાટી વ્યાપી જવા પામી છે.આ ચકચારી બનાવની જાણ મળતી વિગતો મુજબ મિયાણી ગામે રહેતા અજય મનસુખભાઇ ઝીંઝુવાડિયા અને તેની પ્રેમિકા સિધ્ધીબેન નીતિનભાઈ કુરિયા નામની યુવતી ગત રાત્રીના ગુમ થતા તેઓના પરિવારજનો દ્વારા શોધખોળ કરવામાં આવી રહી હતી. જોકે આ યુવક કે યુવતી ક્યાંય મળી ન આવ્યા હોય જેથી મિયાણી અને ટીકર વચ્ચે પસાર થતી નર્મદા કેનાલ કાંઠે તપાસ કરાતા યુવકનો મોબાઇલ,ચપ્પલ અને બાઈક કેનાલ પરથી મળી આવ્યું હતું.વધુમાં આ પ્રેમી યુગલ કેનાલમાં પડી ગયાની આશંકા વચ્ચે સ્થાનિક તરવૈયાઓ દ્વારા શોધખોળ કરવામાં આવી હતી.નોંધનીય છે કે, મૃતક અજયે ગતરાત્રિના યુવતી સિદ્ધિ સાથે દુનિયાને અલવિદા કહેતું સ્ટેટસ પણ મૂક્યું હોય જેથી કેનાલમાં પડી ગયા હોવાથી બન્નેની શોધખોળના અંતે યુવક અને યુવતીની લાશ મીયાણી અને ટિકર ગામ વચ્ચે નીકળતી નર્મદા કેનાલમાંથી મળી આવતા પોલીસે બન્નેની લાશને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગાંધી જંયતિ અંતર્ગત સાબરમતી આશ્રમ ખાતે પ્રાર્થનાસભા@Sandesh News
ગાંધી જંયતિ અંતર્ગત સાબરમતી આશ્રમ ખાતે પ્રાર્થનાસભા@Sandesh News
MORNING MOTIVATIONAL VIDEO - Sandeep Maheshwari | DAILY MORNING AFFIRMATIONS Hindi
MORNING MOTIVATIONAL VIDEO - Sandeep Maheshwari | DAILY MORNING AFFIRMATIONS Hindi
गैजेट्स में चार्जिंग के लिए USB Type C पोर्ट अनिवार्य करेगा भारत, जल्द लागू हो सकते हैं नए नियम
भारत सरकार जल्द ही इलेक्ट्रॉनिक गैजेट्स में चार्जिंग के लिए USB Type C पोर्ट अनिवार्य कर सकती है।...
काउंटिग से पहले विपक्ष ने चुनाव आयोग से कर दी ये बड़ी मांग
कांग्रेस समेत विपक्षी दलों के एक प्रतिनिधिमंडल ने रविवार को चुनाव आयोग से मुलाकात की। इस दौरान...
શ્રાવણ માસમાં માંડવી શહેરના વિખ્યાત જાગનાથ મહાદેવના મંદિરે અઢારેવર્ણો માથું ટેકવે છે
શ્રાવણ માસમાં માંડવી શહેરના વિખ્યાત જાગનાથ મહાદેવના મંદિરે અઢારેવર્ણો માથું ટેકવે છે