પૈસા ઉપાડવા ગયેલા શિક્ષકનું છળકપટથી એટીએમ કાર્ડ મેળવી અજાણ્યા શખ્સોએ 50 હજાર ઉપાડ્યા..
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
ડીસામાં શિક્ષક સાથે સાયબર ક્રાઇમની ઘટના બની છે, પૈસા ઉપાડવા ગયેલા શિક્ષકનું છળકપટથી એટીએમ કાર્ડ અને પાસવર્ડ મેળવી અજાણ્યા શખ્સો શિક્ષક ના ખાતામાંથી 50 હજાર રૂપિયા ઉપાડી લેતા શહેર દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે..
ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં સાયબર ક્રાઇમની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. જેમાં ખાસ કરીને મોબાઈલ દ્વારા ઓટીપી મેળવી અથવા તો એટીએમ કાર્ડ મેળવીને અજાણ્યા ગઠિયાઓ દ્વારા લોકોના ખાતામાંથી પૈસા ઉપાડી લેવાની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. ત્યારે આવી જ એક ઘટનાનો ભોગ ડીસાના શિક્ષક પણ બન્યા છે..
જેમાં મહાદેવીયા ગામે રહેતા અને ગલાલપુરા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા રાજુ મકવાણાના ઘરે લગ્ન પ્રસંગ હતા. તેઓ દોઢ મહિના અગાઉ ડીસામાં ફુવારા સર્કલ પાસે આવેલી એસબીઆઇ ના એટીએમ મશીનમાં પૈસા ઉપાડવા માટે ગયા હતા અને શિક્ષક તેમના એકાઉન્ટમાં બેલેન્સ ચેક કરી રહ્યા હતા. તે સમયે તેમની બાજુમાં ઉભેલા બે શખ્સો તેમના એટીએમનો પાસવર્ડ જાણી ગયેલા અને શિક્ષકને એટીએમ કાર્ડ વાપરતા આવડતું નથી તેમજ તેમને મદદ કરવાના બહાને છળકપટથી શિક્ષકનું એટીએમ કાર્ડ બદલી દઇ ત્યાંથી રવાના થઈ ગયા હતા..
ત્યાર બાદ થોડીવાર પછી શિક્ષકે તેમનું એટીએમ કાર્ડ જોતા બદલાઈ ગયુ હોવાનું માલુમ પડ્યું હતું. જેથી તેઓ તરત જ એસબીઆઈ બેન્કમાં જઇ મેનેજરને મળ્યા હતા અને તેમનું કાર્ડ બદલાઈ ગયું હોવાનું જણાવ્યું હતું. જેથી બેંક મેનેજરે શિક્ષકનું એકાઉન્ટ ચેક કરતા તેમના ખાતામાંથી પચાસ હજાર રૂપિયા ઉપડી ગયા હોવાનું માલુમ પડ્યું હતું. જેથી શિક્ષક સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાયું હતું. જોકે શિક્ષકના દીકરાના લગ્ન પ્રસંગ હોવાથી તેમજ શાળામાં રજા હોવાથી તેઓ પરિવાર સાથે બહાર ગયા હતા અને ત્યારબાદ દોઢ મહિના પછી ઘરે પરત આવતા જ તેઓએ ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી..