ભારત દેશમાં ગુજરાત રાજ્યમાં અમદાવાદ શહેરમાં કેશલેસ સારવાર કરાવતા દર્દીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. 8 થી 15 ઓગષ્ટ દરમિયાન અમદાવાદ શહેરની ખાનગી હોસ્પિટલમાં કેશલેસ સુવિધા સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રથમ તબક્કામાં 300 હોસ્પિટલ આવરી લઈને કેશલેસ સુવિધા સ્થગિત કરવાની જાહેરાત કરવામાં આવી છે. એક દિવસમાં અંદાજીત 1500થી વધુ દર્દીઓને આનાથી હાલાકી પડશે.
AHNA બે વર્ષથી અલગ અલગ માગણીઓ કરી રહી છે. અલગ અલગ ચાર ઇન્શ્યોરન્સ એજન્સીઓની ધાંધલીના કારણે કેશલેસ સેવા સ્થગિત કરવામાં આવી છે. ધી ન્યુ ઇન્ડિયા એશ્યોરન્સ, નેશનલ ઇન્શ્યોરન્સ કંપની, યુનાઇટેડ ઇન્ડિયા ઇન્શ્યોરન્સ કંપની સામે અગાઉ પણ નારાજગી દર્શાવી ચૂક્યં છે AHNA. દર્દીઓની સારવાર બાદ ઇન્શ્યોરન્સ એજન્સીઓ સમય ઉપર નાણાં ન ચૂકવતી હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે હોસ્પિટલના આ નિર્ણયથી દર્દીઓને હાલાકી ભોગવવી પડશે તે નક્કી છે.