પાલનપુર એલ.સી.બી. પોલીસ ગુરૂવારે ડીસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે ખાનગી રાહે મળેલ બાતમીના આધારે પોલીસે ડીસા આખોલ ચાર રસ્તા નજીક ઝેરડા બાજુથી આવતી ગાડી નં. જીજે-09-બીએલ-2286 અને જીજે-09-એયુ-8112 ને ઉભી રખાવી બંને ગાડીઓની તપાસ કરતાં નં. જીજે-09-એયુ-8112 ગાડીમાં શાકભાજીના કેરેટની આડમાંથી રૂ. 2,72,820ની કિંમતની 1428 દારૂની બોટલ મળી હતી.
તેમજ આ ગાડીની આગળ પાયલોટીંગ કરી રહેલી ગાડીને પકડી પોલીસે બંને ગાડીઓ, ત્રણ મોબાઇલ અને 35 ખાલી કેરેટ મળી રૂ. 11,87,820 નો મુદ્દામાલ કબ્જે કરી અશોકકુમાર સાવલારામ પંડ્યા (રહે. ચિતલવાણા, જાલોર, રાજસ્થાન) અને મહાદેવારામ હોતીરામ રબારી (રહે. રાણીવાડા જાલોર, રાજસ્થાન) વાળાને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.