થાનગઢ પોલીસે નવાગામ બાપા સીતારામ મઢુલી પાસે જુગાર રમતા 8 શખ્સોને ઝડપી ગુનો નોંધેલ છે. થાનગઢ પી.આઇ. આઇ.બી.વલવી પો.સબ.ઇન્સ. એ.એમ.ચુડાસમા અને સ્ટાફે થાનગઢના તથા ગામ બાપા સીતારામની મઢુલી પાસે જુગાર રમતા ગોવિંદ ધન જાડા, દશરથ હીરા ગારણીયા, મયુર શાંતિ મિયાત્રા, પ્રેમજી ખીમા ડાભી, પ્રેમજી નાનજી માલકીઆ, ગોવિંદ વશરામ રંગપરા, છગન માવજી મીઠાપરા અને ધીરૂ સમીર ડાભીને રૂા. 16પ30ની રોકડ 7 મોબાઇલ મળી કુલ રૂા. ર4પ30નો મુદામાલ સાથે ઝડપી લઇ ગુનો નોંધેલ છે.