પાલનપુર પાલિકાના રૂ. 20 લાખ વરસાદ અને ગટરના પાણીથી પડેલા ખાડાઓમાં ધોવાયા...
પાલનપુરમાં મુખ્યમંત્રી આવ્યા અગાઉ મુખ્ય માર્ગોને નવું કલેવર અપાયું હતુ. આંતરિક માર્ગો ઉપર ખાડા- ખરબડીયા જોવા મળી રહ્યા છે. 3 માસ અગાઉ 20 લાખના ખર્ચે બનાવેલો કમાલપુરાથી નાનીબજાર વચ્ચેનો માર્ગ ત્રણ દિવસના ભારે વરસાદ બાદ ગટરનું પાણી ભરાઇ રહેતાં બિસ્માર બન્યો છે.