સેવા સુશાસન અને ગરીબ કલ્યાણના 9 વર્ષ પૂર્ણ: અંબાજી ખાતે ભાજપ જિલ્લા પ્રમુખ અને પાલનપુર ધારાસભ્યના હસ્તે પ્રચાર રથનો શુભારંભ
મોદી સરકારના નવ વર્ષ પૂર્ણ થતાં કેન્દ્ર સરકાર દ્વારા સેવા સુશાસન અને ગરીબ કલ્યાણ જેવી અનેકો કામગીરીને લઈ તેના ઉજવણીના ભાગરૂપે દેશના વિવિધ સ્થળે અને શહરો અને ગામોમાં જન સંપર્કયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જન સંપર્ક કાર્યક્રમ તારીખ 25 થી 27 જૂન ત્રણ દિવસ સુધી યોજાશે. જેમાં મોદી સરકારના નવ વર્ષના કાર્યકાળ દરમિયાન સેવા સુશાસન અને ગરીબ કલ્યાણ જેવી અનેક યોજનાઓ અને મોદી સરકારની કાર્ય પ્રણાલી વિશે લોકોને અવગત કરવામાં આવશે. તેના ભાગરૂપે આજે યાત્રાધામ અંબાજીથી જન સંપર્ક યાત્રા અંતર્ગત પ્રચાર રથનો શુભારંભ કરવામાં આવ્યો હતો.