ભારતીય જનતા પાર્ટી-ગુજરાત દ્વારા આયોજિત અલ્પકાલીન વિસ્તારક યોજના અંતર્ગત અલ્પકાલીન વિસ્તારક માર્ગદર્શન કાર્યશાળાનું આયોજન સોજીત્રા વિધાનસભામાં શ્રી સ્વામિનારાયણ મંદિર ગોકુલધામ નાર ખાતે સોજીત્રા વિધાનસભાના ધારાસભ્ય અને આણંદ જિલ્લા ભાજપા પૂર્વ પ્રમુખ વિપુલભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતમાં કરવામાં આવ્યું.

કાર્યશાળામાં આણંદ જીલ્લા મહામંત્રી મયુરભાઈ સુથાર, જીલ્લા સંગઠન ઉપપ્રમુખ છત્રસિંહ જાદવ, ભગવતસિંહ પરમાર, સોજીત્રા તાલુકા સંગઠન પ્રમુખ ભાસ્કરભાઈ ગોહેલ, મહામંત્રી બળદેવભાઈ પરમાર, રજનીભાઈ પટેલ, તારાપુર તાલુકા સંગઠન પ્રમુખ પ્રવિણભાઈ વાઘેલા, મહામંત્રી ધમેન્દ્રભાઈ પટેલ, સોજીત્રા શહેર મહામંત્રી રાકેશભાઈ બારોટ, વિસ્તારક દશરથભાઈ, અમૂલ ડિરેક્ટર ચંદુભાઇ પરમાર તાલુકા પંચાયત પ્રમુખ, સભ્યો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.