નુકસાનીનો સર્વે શરૂ: બનાસકાંઠા જિલ્લામાં બીપરજોય વાવાઝોડાને પગલે બાગાયતી પાકોમાં થયેલા નુકસાનીનો સર્વે હાથ ધરાયો...

Sponsored

कृष्णा हाइट्स - कोटा

कृष्णा हाइट्स की ओर सभी कोटा एवं बूंदी वासियों को नवरात्री, दशहरा तथा दीपावली की हार्दिक शुभकामनायें |

બનાસકાંઠા જિલ્લામાં બિપરજોય વાવાજોડાના કારણે બાગાયતી પાકો જેવા કે દાડમ, આંબા અને જામફળ જેવા બહુવર્ષાયું ફળપાકો અસરગ્રસ્ત થયા છે. જેને પગલે બાગાયત ખેડૂતોને તાત્કાલિક વળતર સહાય મળે તે માટે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર વરુણ કુમાર બરનવાલના માર્ગદર્શન અને સૂચના હેઠળ જિલ્લામાં જુદી જુદી બાગાયત અધિકારીઓની સર્વે ટીમો દ્વારા નુકસાનીના સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.