ડીસા શહેર ઉત્તર પોલીસે પાલનપુર માં એક મોટી લૂંટના ગુનાના કાવતરા નો કર્યો પર્દાફાશ..
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
અને લૂંટ આપે તે પહેલાજ પાંચ રીઢા ગુનેગારો ને રિવોલ્વર અને જીવતા કારતુસ સાથે ઝડપી પાડયા..
ડીસા ઉત્તર પોલીસ મથકના કોન્સ્ટેબલ જે.ડી. પરમાર ને બાતમી મળી હતી કે, ડીસા ના નહેરુનગર ટેકરા વિસ્તારમાં ત્રણ શખ્સો દેશી બનાવટ ની પિસ્તોલ સાથે ફરી રહ્યા છે..
જેથી પોલીસ ની ટીમ સ્થળ પર જઈ તપાસ કરતા નહેરુ નગર ટેકરા માં કબીર આશ્રમ ની પાછળ તુરી બારોટ વાસ તરફ જતા રસ્તા ઉપર એક મોટર સાયકલ પાસે 3 શખ્સો ઉભા હતા..
જેઓ પોલીસ ને જોઈને ભાગવા જતા પોલીસે ત્રણેયનો પીછો કરી ઝડપી લીધા હતા..
પોલીસે હિતેશપુરી ઉર્ફે એક્શન બાબુ પુરી ગોસ્વામી, રાહુલ ઉર્ફે પ્રતીક બાબુ ઠાકોર તેમજ વિષ્ણુ ઈશ્વરજી ઠાકોર ની અટકાયત કરી પૂછ પરછ કરતા તેમની પાસે થી દેશી બનાવટ ની રિવોલ્વર અને એક જીવતો કારતુસ મળી આવ્યા હતા..
પોલીસે તેઓની પૂછ પરછ કરતા ઝડપાયેલા આરોપીઓ અગાઉ પાલનપુર સબ જેલ માં હતા ત્યારે પાલનપુર ની એક જ્વેલર્સ ને લૂંટવાનો પ્લાન કર્યો હતો..
બાદ માં જેલ માંથી બહાર આવ્યા બાદ આરોપીઓ એ જ્વેલર્સ ની રેકી કરી, દુકાન નો માલિક જ્યારે ઘરે થી દાગીના લઈ દુકાને જતાં તેને લૂંટી લેવાનો કાવતરું રચ્યો હતો..
ડીસા શહેર પોલીસે અત્યારે હિતેશપુરી ઉર્ફે એક્શન બાબુપુરી ગોસ્વામી (રહે. ગોવર્ધન પાર્ક, ડીસા )
રાહુલ ઉર્ફે પ્રતીક બાબુભાઇ ઠાકોર (રહે. ભોપાનગર, ડીસા )
વિષ્ણુ ઈશ્વરજી ઠાકોર (રહે. ભોપાનગર, ડીસા) ની અટકાયત કરી છે..
ત્યાર બાદ જીતેન્દ્ર ઉર્ફે ટીલ્લુ તોમર મોરેના અને ઈમરાન ઉર્ફે ભુરા સિંધી રહે પાલનપુર ને ઝડપી પાડી કુલ 5 લોકોની વધુ કાર્યવાહી હાથ ધરી છે..
બ્યૂરો રિપોર્ટ. અમૃત માળી ડીસા