ડીસામાં બનાસપુલ પર મોડી રાત્રે બે ટ્રક સામસામે ટકરાતા અકસ્માત સર્જાયો...
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
ડીસાની સરકારી હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ ગંભીર રીતે ઇજાગ્રસ્ત હોવાથી તેઓને વધુ સારવાર માટે પાલનપુર લઈ જવાની તજવીજ હાથ ધરી હતી. જ્યાં રસ્તામાં પંજાબના રહેવાસી એક ટ્રક ચાલકનું કરુણ મોત નીપજ્યું હતું. જેથી પોલીસે મૃતકની લાશને પીએમ અર્થે ખસેડી તેના વાલી વરસોને જાણ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ડીસામાં બનાસકુલ પર આવેલો જુનો પુલ જર્જરીત અને ભયજનક હોવાથી છેલ્લા દોઢ વર્ષથી એક તરફના પુલ પર ટ્રાફિક વન-વે કરાયો છે. જેના કારણે અવારનવાર નાના-મોટા અકસ્માતો સર્જાતા રહે છે. ત્યારે નવા બની રહેલા પુલની કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવે તેવી લોકોની માગ છે. વાહન ચાલકો પણ સાવચેતી પૂર્વક પુલ પર વાહન હંકારે તેવી તંત્રએ લોકોને અપીલ કરી છે.