બિપરજોય' વાવાઝોડા ના કારણે બનાસકાંઠાના ડીસા પંથકમાં અનેક વીજપોલ અને વૃક્ષો ધરાશયી થયા હતા, ત્યારે વાવાઝોડા બાદ વીજ કંપની દ્વારા ચાલી રહેલા સમારકામ બાબતે ડીસાના ધારાસભ્યએ સમીક્ષા બેઠક યોજી હજુ પણ વધુ ટીમો લગાડી ઝડપ થી કામગીરી કરવા સૂચના આપી હતી..
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
'બિપરજોય' વાવાઝોડાના કારણે બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ નુકસાન ડીસા અને ધાનેરા તાલુકામાં થયું હતું. જેમાં ડીસામાં 320 જેટલા વીજળીના પોલ ધરાશયી થયા હતા. જેના કારણે અનેક ગામોમાં અંધારપટ છવાઈ ગયો હતો, વાવાઝોડા અંગે અગમચેતીના પગલાં લેવાયા હોવાથી વીજ કંપની ની ટીમો તૈયાર હતી, પરંતુ ભારે વરસાદના કારણે તાત્કાલિક કામગીરી થઈ શકી ન હતી, વાવાઝોડા દરમિયાન ડીસામાં ખેતી લાયક 375 વીજ કનેક્શન બંધ થઈ ગયા હતા, જેથી વીજ કંપની દ્વારા બનાસકાંઠા જિલ્લા ઉપરાંત બહારથી સ્ટાફ બોલાવતા કોન્ટ્રાક્ટરે હિંમતનગર સાબરમતી મહેસાણા ડિવિઝન માંથી ત્રણ જેટલી વધારાની ગેંગ કામે લગાડી સમારકામ હાથ ધર્યું હતું, જેથી 375 ખેતીલાયક વીજ કનેક્શન માંથી 273 વીજ કનેક્શન પુન:શરૂ કરાયા છે, જ્યારે જ્યોતિગ્રામ યોજના હેઠળ ગ્રામ્ય વિસ્તારમાં આવતા વીજ કનેક્શન નો તેમજ શહેરી વિસ્તાર ના તમામ વીજ કનેક્શન ફરીથી ચાલુ કરી દેવાયા છે, જોકે વીજ કંપનીની કામગીરી દરમિયાન પણ હજુ 20 જેટલા ફીડર બંધ હોવાથી ડીસા ના ધારાસભ્ય પ્રવીણ માળી એ વીજ કંપની ની કામગીરી અંગે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી..
બેઠકમાં યુજીવીસીએલના અધિકારીઓ ઉપરાંત ડીસાના નાયબ કલેકટર નેહાબેન પંચાલ, મામલતદાર ડો. કિશનદાન ગઢવી ઉપસ્થિત રહ્યા હતા, ધારાસભ્યએ હજુ પણ જે કનેક્શનો બંધ છે તેને વધારાની ટીમો બોલાવી તાત્કાલિક ચાલુ કરાવી દેવા સૂચના આપી હતી..