સુપ્રસિદ્ધ હાસ્યકલાકાર, લેખક અને સમાજસેવક ડો. જગદીશ ત્રિવેદી હાલ અમેરિકા અને કેનેડાના પ્રવાસમાં છે. જ્યાં પ્રથમ દોઢ મહિનામાં કેનેડામાં આઠ અને અમેરિકાના સાત કાર્યક્રમો મળીને પ્રથમ પંદર કાર્યક્રમો દ્રારા ગોરજની કૈલાસ કેન્સર હોસ્પિટલ માટે કુલ 5 લાખ 53 હજાર 686 અમેરિકન ડોલર એટલે આશરે સાડાચાર કરોડ રુપિયાનું દાન એકત્ર કરીને અર્પણ કર્યું છે.આ પંદર કાર્યક્રમો દરમિયાન ગોરજથી ખાસ પધારેલા પ્રતિનિધિ હેમંતભાઈ પટેલ, અમેરિકામાં રહેતા સ્વયંસેવકો ડો. યોગેન્દ્ર પટેલ, બીનાબહેન પટેલ, કિરીટ પટેલ તેમજ કેનેડામાં રહેલા સેવકો જતિન ગુજરાતી અને અશોક પટેલે દરેક કાર્યક્રમમાં હાજર રહીને સંનિષ્ઠ સેવા કરી છે.જગદીશ ત્રિવેદીએ પોતાના જીવન દરમિયાન કુલ 11 કરોડનું દાન કરવાનો શિવસંકલ્પ કરેલો છે એ સૌ કોઈ જાણે છે. એમણે જણાવ્યું હતું કે, આ સાડા ચાર કરોડના દાનનો સઘળો જશ હું લઈ લઉ એ વ્યાજબી ન ગણાય કારણ કે અનુબહેન ઠક્કરની તપસ્યા, ચેરમેન ડો. વિક્રમભાઈ પટેલની સાધના અને અનેક સમર્પિત સેવકોની અથાક મહેનતને કારણે આટલી મોટું અનુદાન મળ્યું છે.આથી જગદીશ ત્રિવેદીએ આ સાડાચાર કરોડમાંથી બે કરોડ રુપિયા પોતાના દાન તરીકે ગણીને બાકીના અઢી કરોડ રુપિયાને ગોરજમાં વરસોથી ચાલતાં સેવાયજ્ઞનું પરીણામ સમજી પોતાની ઉદાર ભાવના વ્યક્ત કરેલ છે.
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं