છેલ્લા 33 વર્ષથી હોમગાર્ડમાં ફરજ બજાવતા અનવરભાઈ અબ્બાસભાઈ સોલંકી વય મર્યાદા ના કારણે નિવૃત્ત થયા છે ત્યારે તેમનો વિદાય સમારંભ સુરેન્દ્રનગર ના બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે યોજવામાં આવ્યો છે ત્યારે બી ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ સયારા તેમજ બી ડિવિઝનમાં ફરજ બજાવતા પોલીસ સ્ટાફ દ્વારા ભવ્ય વિદાય સમારંભ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે અનવર ભાઈ સોલંકી પોતે 33 વર્ષથી હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા.રથયાત્રા ધાર્મિક કાર્યક્રમો તેમજ પરીક્ષા બંદોબસ્ત જેવા અને પ્રકારના બંદોબસ્ત તેમના દ્વારા કરવામાં આવ્યા છે બોટાદ સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશન સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશન અને જોરાવર નગર પોલીસ સ્ટેશન ખાતે છેલ્લા 33 વર્ષથી તેમને હોમગાર્ડ તરીકે ફરજ બજાવી છે ત્યારે તે વય - મર્યાદા ના કારણે નિવૃત થતા મોટી સંખ્યામાં સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વિદાય સમારંભમાં હોમગાર્ડ સ્ટાફ પર હાજર રહ્યો છે.અનવર ભાઈ સોલંકી દ્વારા હોમગાર્ડ ના કેટલાક પડતર પ્રશ્ને લઈ અને સરકાર સુધી પહોંચાડવા અંગેની રજૂઆતો પણ કરવામાં આવી હતી ત્યારે અમુક પ્રશ્નોના નિવેડા સરકાર દ્વારા લાવવામાં આવ્યા છે ત્યારે તમામ હોમગાર્ડ જવાન તેમના નિવૃત્તિ સમયે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હાજર રહેવું છે અને તેમને વિશિષ્ટ પ્રકારનો સન્માન આપી અને તેમને કરેલી કામગીરી હર હંમેશ યાદ રહેશે તેવી પળો વ્યક્ત કરી તેમને ભવ્ય સન્માન આપી અને નિવૃત કરાયા છે.બી ડિવિઝન પોલીસ સ્ટેશન નો સ્ટાફ તેમજ જિલ્લા હોમગાર્ડ કમાન્ડર પ્રદિપસિંહ તેમજ સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હોમગાર્ડ જવાન જિલ્લામાંથી પણ હોમગાર્ડ તેમના વિદાય સમારંભમાં હાજર રહેલ છે આ ઉપરાંત તેમના પરિવારજનો પણ વિદાય સમારંભ કાર્યક્રમમાં હાજરી આપી અને આગામી કારકિર્દી અનવરભાઈ અબ્બાસભાઈ સોલંકી ની શુભદાઈ નીવડે અને આગામી સમયમાં તેમનું સ્વાસ્થ્ય પણ બને તેવી પ્રાર્થના અને દુઆ કરવામાં આવી છે.