પોલીસ અધિક્ષક હરેશ દુધાત તથા નાયબ પોલીસ અધિક્ષક સુરેન્દ્રનગર ડીવીઝન એચ.પી.દોશી સુરેન્દ્રનગર જીલ્લામાં મિલકત સબંધી ગુન્હાઓ અટકાવવા માટે ખાસ એક્શન પ્લાન તૈયાર કરી તમામ અનડીટેક્ટ ગુન્હાઓ ડીટેક્ટ કરવા અંગે પરીણામલક્ષી કામગીરી કરવા સુચના આપેલ હોય જે અન્વયે જોરાવરનગર પો.સ્ટે ગુ.ર.નં.11211025230213/23 ઇ.પી.કો કલમ.379 મુજબનો ગુન્હો તા.18/06/2023 ના રોજ રજીસ્ટર થયેલ.જે ગુન્હો અનડીટેક્ટ હોય સદર ગુડ્ડી કામે ચોર મુદ્દામાલ શોધી કાઢવા માટે અત્રેના પોલીસ સ્ટાફના માણસોની અલગ-અલગ ટીમો બનાવી નેત્રમ સુરેન્દ્રનગરના સીસીટીવી ફુટેઝની તેમજ ચોરી થયેલ જગ્યાની આસપાસના સીસીટીવી ફુટેઝની ચકાસણી કરવામાં આવેલ જે અન્વયે હ્યુમન સોર્સ તથા ટેકનિકલ સોર્સની મદદથી પો.હેડ.કોન્સ અનિરૂધ્ધસિંહ અભેસંગભાઇ ખેર ચોક્કસ બાતમી હકીકત મળેલ કે,ઉપરોક્ત ગુન્હા કામે ચોરીમા ગયેલ રીક્ષા હાલ રતનપર સુધારા પ્લોટમા રહેતો અને મુળ ચિખલી તા.માળીયા-મિયાણા જી.મોરબી મુકામે રહેતો આરીફ સ/ઓફ અબ્બાસભાઇ રહેમાનભાઇ ચોરી કરી લઇ ગયેલ હોય અને તે હાલે રીક્ષા સાથે સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા રોડથી પસાર થઇ સુરેન્દ્રનગર તરફ આવનાર છે.તેવી ચોક્કસ બાતમી હકીકત આધારે કટુડા ગામના બોર્ડ પાસે વોચ ગોઠવાઇ જઇ ચોરીમાં ગયેલ વર્ણનવાળી રીક્ષા આવતા તેને જરૂરી આડસ ગોઠવી ઉભી રખાવી રીક્ષા ચાલકનુ નામઠામ પુછતા પોતે પોતાનુ નામ શારીફ સ/ઓફ અબ્બાસભાઇ રહેમાનભાઇ ખોડ જાતે.મુ.માન (ઉ.વ.23) રહે.રતનપર સુધારા પ્લોટ,છેલ્લી શેરી તા.વઢવાણ જી.સુરેન્દ્રનગર વાળો હોવાનુ જણાવેલ અને મજકુર ઇસમ પાસે રહેલ રીક્ષા બાબતે પુછપરછ કરતા તેને સુરેન્દ્રનગર-રાજકોટ હાઇવે ઇન્ડીયન ઓઇલ પેટ્રોલપંપ પાસે રતનપર ખાતેથી ચોરી કરેલ હોવાનુ કબુલાત કરતા રીક્ષા સાથે ઇસમને પોલીસ સ્ટેશન લાવી આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરી ઉપરોક્ત અનડીટેક્ટ ગુન્હો ડીટેક્ટ કરેલ છે.