સોજીત્રા વિધાનસભામાં આવતા વસો તાલુકાના પેટલી મુકામે પ્રાથમિક શાળા ખાતે બાલ ગોપાલ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ વિતરણનો કાર્યક્રમ આણંદ જિલ્લા ભાજપા પ્રમુખ અને સોજીત્રા વિધાનસભાના ધારાસભ્યશ્રી વિપુલભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો.

આ પ્રસંગે વસો તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી હેમલબેન પટેલ, પેટલી ગામના પૂર્વ સરપંચ શ્રીમતી ભુમીબેન ત્રિવેદી, બાલ ગોપાલ ફાઉન્ડેશન ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રી યશેષભાઈ પટેલ, શ્રી રશ્મિભાઈ પટેલ, વસો તાલુકા સંગઠન પ્રમુખશ્રી-મહામંત્રી, તાલુકા શિક્ષણ અધિકારી, પૂર્વ સરપંચશ્રી ડાહ્યાભાઈ પરમાર, ગામના આગેવાનો, શાળાના આચાર્ય-શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.