સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષક હરેશ દુધાતની સુચના મુજબ તેમજ લીંબડી ડિવિઝન નાબય પોલીસ અધિક્ષક સી.પી.મુંધવા તથા સર્કલ પો.ઇન્સ. એમ.એચ.પુરવાર તથા ચુડા પો.સબ. ઇન્સ. જે.બી.મીઠાપરાના માર્ગદર્શન મુજબ જુગારના ગણનાપાત્ર કેસો શોધી કાઢી જુગાર બદી સંપૂર્ણપણે નેસ્તનાબુદ કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને એ.એસ.આઇ ડી.પી.બારૈયા ચુડા પોલીસ સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પો.કોન્સ. ભરતભાઇ સભાડ તથા વાલજીભાઇ ધીરૂભાઇ વડેખાણીયાની સંયુકત ખાનગી રાહે ચોકકસ હકીકત મળેલ કે જોબાળા ગામની પાટા તરીકે ઓળખાતી સીમમાં આવેલ અજીતભાઇ હેમુભાઇ સોલંકીના ખેતર પાસે આવેલ લીંબડાના ઝાડ નીચે જાહેરમાં ગંજીપાના વડે તીનપતીની પૈસાની હારજીતનો જુગાર રમી રમતા હોય છ ઇસમોને કોર્ડન કરી જેમના તેમ બેસાડી પકડાયેલ ઇસમો પાસેથી રોકડા રૂા. 19700 તથા મોબાઇલ ફોન નંગ 6 કિ. ર1000 તથા ગંજીપાના મળી કુલ રૂા. 40700ના મુદામાલ સાથે આરોપીાઓને પકડી પાડી ચુડા પો.સ્ટે. ગુનો રજી. કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
આરોપીઓ
ચંદુભાઇ વશરામભાઇ ઘાઘરેટીયા જાતે ત. કોળી ઉ.વ.27 રહે. માલણપુર તા. રાણપુર જી. બોટાદ
લાભુભાઇ કલ્યાણભાઇ દેત્રોજા જાતે ચુ. કોળી ઉ.વ.60 રહે. ભલગામડા તા. ધંધુકા જી. અમદાવાદ
લાભુભાઇ છનુભાઇ નદાસીયા જાતે ચુ. કોળી ઉ.વ.65 રહે. ભલગામડા તા. ધંધુકા જી. અમદાવાદ
ધનજીભાઇ કરશનભાઇ સળીયા જાતે પટેલ ઉ.વ.68 રહે. ભલગામડા તા. ધંધુકા જી. અમદાવાદ
ભગીરથસંગ બળવંતસંગ સોલંકી જાતે કારડીયા રાજપુત ઉ.વ.33 રહે. જોબાળા તા. ચુડા
સુરેશભાઇ ગોપાલભાઇ ગેઝરીયા જાતે ત. કોળી ઉ.વ.32 રહે. છલાળા તા. ચુડા જી. સુરેન્દ્રનગર