તળાજા વિધાનસભા બહુજન સમાજ પાર્ટીના પ્રબળ દાવેદાર ભાવનગર મિરરના તંત્રી પી ડી ડાભી દાવેદારી નોંધાવી ક્રોગ્રેસ ભાજપની સામે જંગ ખેડવા બહુજન સમાજ પાર્ટીની તૈયારી, જો બસપા આવા લોકચાહના ધરાવનાર અને પ્રતિષ્ઠિત વ્યકિતને જો મેદાનમાં ઉતારે તો તળાજા વિધાનસભામાં ચાર પાખીઓ જંગ થશે

            ગુજરાતમાં કોળી સમાજ સૌથી મોટી સંખ્યામાં છે છતા પણ આઝાદી થી આજ સુધી વસ્તી મુજબ ટીકીટ આપવામાં આવતી નથી  તેથી કોળી સમાજનો પણ ઉગ્રર રોષ છે તો જો બસપા પી ડી ડાભીને ટિકિટ આપી કોળી સમાજમાં ખુશીની લહેર છવાઈ જશે અને તળાજા તાલુકા ઉપ પ્રમુખ વિશ્વ હિન્દુ પરિષદ ક્ષેત્રે કામ કરતા હોવાથી કોળી સમાજમાં પણ એમની પક્કડ મજબુત છે માટે અઢારે આલામના વોટ મળવાની સંભાવના છે

            જેથી ભાજપ કોગ્રેસ, આપને તેની અસર થઈ ભારે અસર થશે. પી ડી ડાભી છેલ્લા બે મહીનાથી લોક સંપર્ક પણ ચાલુ કરી દિધો છે અને લોકોનો પ્રતિસાદ પણ ખુબજ સારો મળી રહ્યો છે.પી ડી ડાભી એ .તંત્રી:- લાઈવ ક્રાઈમ ન્યુઝ / ભવનગર મીરર રિપોર્ટર,ભાવનગર સમાચાર મંતવ્ય ન્યુઝ ચેનલ,ઉપ સરપંચ ભેગાળી અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ રાષ્ટ્રીય મીડિયા સહ કનવિનર વિર માંધાતા સંગઠન તળાજા તાલુકા ઉપ પ્રમુખ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ તળાજા તાલુકા પ્રચાર પ્રમુખ આવા ઉચ્ચ હોદા ધરાવે છે અને હંમેશા પ્રજા વચ્ચે રહેલ છે 

     આ કોળી સમાજમાં ખુબજ નાની ઉંમરે આગવું નામ ધરાવતા અને સમાજના કે લોકોના કામે હરહંમેશ ખડેપગે રહેતા આવા બાહોશ અને લોકચાહના ધરાવનાર વ્યક્તિને જો બસપા ટિકિટ આપે છે તો બહુજન સમાજ પાર્ટીની સીટ તળાજામાં આપી શકે તેવું લોક મુખે જાણવા મળ્યું હતું અને કોળી સમાજ માટે પણ ખુબજ ખુશીની વાત છે કારણ કે બસપા હંમેશાં ગરીબ સમાજ અવાજ બનતી આવી છે.