રિપોર્ટ લતીફ સુમરા
ડીસામાં યોજાયેલી ભાજપની જન સમર્થન જાહેર સભામાં આજે ગોવાભાઇ દેસાઈ સહિત જિલ્લાભરમાંથી તેમના ટેકેદારો ભાજપમાં જોડાયા હતા અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે ખેસ પહેરી આવનાર લોકસભાની ચૂંટણીમાં ભાજપને જંગી બહુમતીથી જીતાડવા અપીલ કરી હતી. બનાસકાંઠામાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલી અટકળોનો આજે અંત આવ્યો હતો અને કોંગ્રેસના પીઢ અગ્રણી અને પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈએ સી.આર પાટીલના હસ્તે ખેસ પહેરી ભાજપમાં જોડાયા હતા. ડીસા ખાતે યોજાયેલી જન સમર્થન જાહેર સભામાં ગોવાભાઈ દેસાઈની સાથે તેમનો માલધારી સમાજ અને કોંગ્રેસના 200 જેટલા હોદ્દેદારો અને આગેવાનોએ કોંગ્રેસથી છેડો ફાડી ભાજપનો ખેસ પહેર્યો હતો.ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે જાહેર સભામાં સંબોધન કરતા જણાવ્યું હતું કે, ગોવાભાઈ દેસાઈનું સ્વાગત કરું છું, ગોવાભાઈએ આવવામાં મોડું કર્યું. વહેલા આવ્યા હોત તો અત્યારે સરકારમાં બેઠા હોત. અત્યારે ભાજપ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કેન્દ્રમાં શાસન 9 વર્ષના શાસનનો હિસાબ આપવા કાર્યક્રમો કરે છે. પણ કોંગ્રેસ ક્યારેય કોઈને હિસાબ આપતી નથી. રાજીવ ગાંધીજ કહેતા હતા કે, અમે 1 રૂપિયો મોકલીએ તો લોકો સુધી પહોંચતા 15 પૈસા થઈ જાય છે. બાકીના પૈસા કોંગ્રેસીઓજ ખાઈ જાય છે. ગુજરાતમાં કોંગ્રેસમાંથી બે ટર્મથી એક પણ સાંસદ ચૂંટાતો નથી અને હવે તો તમે લોકસભાની ચુંટણી પહેલા અમે 156નું ટ્રેલર બતાવ્યું છે