મહેસાણા SOG ની ટીમે પેટ્રોલીંગ દરમિયાન વિસનગર ખાતે ધરોઇ કોલોની પાસેથી કેશોદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુનામાં કેશોદ પોલીસને ચકમો આપી નાસતાં ફરતાં ફરાર આરોપીને પકડી લઇ જેલમાં ધકેલ્યોં હતો. આ બાબતની કેશોદ પોલીસને સોપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
મહેસાણા SP અચલ ત્યાગીએ નાસતા ફરતાં આરોપીઓને પકડી પાડવાની આપેલી સૂચના મુજબ મહેસાણા એસઓજી પી.આઇ એ.યુ.રોઝના નેતૃત્વ હેઠળ મહેસાણા એસઓજી સ્ટાફના પીએસઆઇ એન.પી.પરમાર, તથા એસ.ઓ.જી પોલીસ સ્ટાફના એ.એસ.આઇ મનોહરસિંહ, હે.કો હિતેન્દ્રસિંહ, હ.કો જીતેન્દ્રકુમાર, પો.કો દિગ્વિજયસિંહ વિશ્વનાથસિંહ, પો.કો આશારામ મોહનભાઇ પો.કો યુવરાજસિંહ સહિતનો સ્ટાફના માણસો વિસનગર ખાતે પોલીસ પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન એસઓજીના વિશ્વનાથસિંહ તથા દિગ્વિજયસિંહને ખાનગી બાતમી મળી હતી કે
કેશોદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા નોકરીના નામે 22 યુવાનો સાથે 37.55 લાખની છેતરપિંડી કરનાર અને વિશ્વાસઘાતના ગુનામાં કેશોદ પોલીસ પકડથી નાસતો ફરતો આરોપી મનીષ ઘનશ્યામભાઇ ૪૦. પ્રભનગર સોસાયટી, ધરોઇ કોલોની પાસે વિસનગરવાળો હાલમાં ધરોઇ કોલોની પાસે હાજર છે. જે બાતમી મળતાં મહેસાણા એસઓજીની ટીમ વિસનગર ધરોઇ કોલોની ખાતે પહોંચી આરોપીને કોર્ડન કરી દબોચી લીધો હતો. આ આરોપી મનીષને કેશોદ પોલીસને સોંપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.