બનાસકાંઠા બેકિંગ

ડીસા એપીએમસી માર્કેટ ખાતે કોંગ્રસના ધૂંધાર નેતા અને પુર્વ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈ સમર્થકો સાથે ભાજપમાં જોડાયા...

ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની ઉપસ્થિતિમાં ગોવાભાઈ દેસાઈ એમના હજારો સમર્થકો સાથે આજે ભાજપમાં જોડાયા..

જિલ્લા સાંસદ પરબતભાઇ પટેલ મંત્રી બળવંતસિંહ રાજપૂત પુર્વ ગુહ મંત્રી રજનીભાઇ પટેલ સાથે પ્રદેશના આગેવાનો સહિત સંત મહંતો રહ્યા ઉપસ્થિત..

મોટીસંખ્યામાં ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ રહ્યા ઉપસ્થિત..

ડીસા નગરપાલિકના સદસ્ય નિકિતાબેન ઠાકોર સહિત આમ આદમી પાર્ટીના આગેવાનો પણ ભાજપમાં જોડાયા 

એપીએમસી માર્કેટ ખાતે યોજાયેલી કાર્યક્ર્મ મોં રબારી સમાજ સહિત દરેક સમાજના આગેવાનો અને હોદેદારોની ઉપસ્થિતિમાં પુર્વ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈ અને પુત્ર સંજયભાઈ દેસાઈ હજારો સમર્થકો સાથે ભાજપમાં જોડાયા.

ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પટેલ હજારોની જનમેદનીને સંબોધતા જણાવ્યું હતું કે આપણા વડાપ્રધાન ઉત્તર ગુજરાતના ગૃહ મંત્રી અમિત શાહ સાહેબ પણ ઉત્તર ગુજરાતના અને ભાજપનો ઘડપણ ઉત્તર ગુજરાતમાં પણ જોવા મળે છે અને કોંગ્રેસને 70 વર્ષ શાસનનો હિસાબ માંગતા જણાવ્યું હતું કે ૭૦ વર્ષની અંદર 70 એરપોર્ટ બનાવ્યા ત્યારે ભાજપ ના શાસનના નવ વર્ષમાં 75 એરપોર્ટ બનાવી દેશને ભેટ આપી હતી અને વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસમાંથી કેટલાય કાર્યકર્તાઓ ભાજપમાં જોડાય છે અને આજે ડીસા નગરી ખાતે ગોવભાઇ દેસાઈ પણ ભાજપમાં જોડાયા છે પણ જો વહેલા જોડાયા હોત તો તેમની પાસે કોઈ પદ હોત પણ હજી વહેલું છે તેવો જણાવ્યું હતુ

અહેવાલ અમૃત માળી ડીસા