મુખ્યમંત્રીને જિલ્લા ભાજપ દ્વારા રજૂઆત કરાતા આરએનબી વિભાગ દોડ્યું
ધોરાજી શહેરના મુખ્ય ગણાતા સ્ટેટ હાઇવે જેતપુર રોડ જુનાગઢ રોડ જમનાવડ રોડ ઉપલેટા રોડ વરસાદ ને કારણે ખખડધજ હાલતમાં ધકેલાઈ જતા અને આ વિસ્તારના લોકોએ જન આંદોલન છેડતા જેના પડઘા પણ પડ્યા હતા અને માર્ગ અને મકાન વિભાગે તાત્કાલિક અસરથી ખાડા બુરવા બાબતે મોરમ પાથરી હતી પરંતુ વારંવાર વરસાદને કારણે ફરી એની એ સ્થિતિ સર્જાતા તાત્કાલિક અસરથી રાજકોટ જિલ્લા ભાજપના મહામંત્રી મનીષભાઈ ચાંગેલા ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ માર્ગ અને મકાન વિભાગના મંત્રી જગદીશભાઈ પંચાલ પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણી ને તાત્કાલિક ગાંધીનગર ખાતે મળ્યા હતા અને આ બાબતે તાત્કાલિક હાલમાં પેચ વર્ક કરી ધોરાજી ના સ્ટેટ હાઇવે ના તમામ રસ્તા તાત્કાલિક સરખા કરવાની લેખિતમાં રજૂઆત કરી હતી. તેમજ ધોરાજીના મહત્વના ગણાતો જેતપુર રોડ જુનાગઢ રોડ જમનાવડ રોડ દર વર્ષે ચોમાસાના પાણીમાં ખખડધજ થઈ જતા હોય છે ત્યારે આ ત્રણે ત્રણ સ્ટેટ હાઇવે ના માર્ગોને તાત્કાલિક પેવર રોડ માંથી સીસી રોડ બનાવવા દરખાસ્ત કરી હતી અને રાજ્ય સરકાર તાત્કાલિક મંજૂરી આપે તે અંગે જિલ્લા ભાજપનામહામંત્રીએ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ને ભારપૂર્વક વિનંતી કરી હતી
ત્યારે તાત્કાલિક માર્ગ અને મકાન વિભાગને સૂચના આપવાનો જણાવતા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે તાત્કાલિક ધોરાજી શહેરમાં રાજ્ય સરકારના સ્ટેટ હાઇવે જે ગામની અંદર આવે છે તે તાત્કાલિક કસોટી પેચ વર્ક કરવાનો ઓર્ડર કર્યો હતો અને શહેરમાં આવતા સ્ટેટ હાઇવે ઉપર પેવર રોડની બદલે સીસી રોડ બને તો કાયમી ઉકેલ આવી શકે તે બાબતની પણ મુખ્યમંત્રી સમક્ષ દરખાસ્ત મૂકી હતી. ગાંધીનગર ખાતે ધોરાજી શહેરની રોડ અને રસ્તાના પ્રશ્ન રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરતા તાત્કાલિક રાજકોટના માર્ગ અને મકાન વિભાગના જિલ્લાના અધિકારી ઝાલા ધોરાજી દોડી આવ્યા હતા અને સ્ટેટ હાઇવેના ત્રણે માર્ગો રૂૂબરૂૂ જઈને નિહાળીયા હતા અને તાત્કાલિક પેચ વર્ક બાબતનો વર્ક ઓર્ડર કોન્ટ્રાક્ટરને પણ આપી દેવા બાબતની કાર્યવાહી હાથ ધરી હતી.