આરોપી:-
ભાવેશકુમાર દલસુખભાઈ પ્રજાપતિ
નોકરી- તલાટી કમ મંત્રી (વર્ગ -૩),
શિરવાડા ગ્રામ પંચાયત, તા- કાંકરેજ,
જી.- બનાસકાંઠા,
ગુનો બન્યા તારીખ- 19/06/2023
ગુનાનુ સ્થળ:-
તલાટી કમ મંત્રીની ઓફિસની અંદર, શિરવાડા ગ્રામ પંચાયત, શિરવાડા,
તા.-કાંકરેજ,
જી.-બનાસકાંઠા.
લાંચની માંગણીની રકમ:- રૂ.૫૦,૦૦૦/-
લાંચમાં સ્વીકારેલ રકમ:- રૂ.૫૦,૦૦૦/-
લાંચની રીકવર કરેલ રકમ:- રૂ.૫૦,૦૦૦/-
ટૂંક હકીકત: -
આ કામના ફરીયાદીશ્રી કોન્ટ્રાક્ટર હોય તેઓએ શિરવાડા ગામમાં સરકારી વિકાસના કામો અંતર્ગત રસ્તાનું કામ કરેલ. જે કરેલ કામોના બિલ મંજૂર કરવા તેમજ પેમેન્ટ ના ચેક ની પ્રક્રિયા જલ્દી કરવા તલાટી કમ મંત્રીએ ૫૦,૦૦૦/- ની લાંચની માગણી કરેલ.
જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ના હોય, ફરીયાદીએ એસીબીનો સંપર્ક કરી ફરીયાદ આપતા જે ફરીયાદ આધારે આજરોજ લાંચના છટકાનું આયોજન કરતા, આ કામના આરોપી એ લાંચના છટકા દરમ્યાન ફરીયાદી પાસેથી લાંચની રકમ રૂ.૫૦,૦૦૦/- માંગી,સ્વીકારી પકડાઇ ગયેલ છે.
નોંધ :- આરોપીને ડિટેઇન કરવામાં આવેલ છે.
ટ્રેપિંગ અધિકારીઃ-
શ્રી એન.એ.ચૌધરી,
પોલીસ ઇન્સ્પેક્ટર, એ.સી.બી. પો.સ્ટે. પાલનપુર.
સુપર વિઝન અધિકારીઃ-
શ્રી કે.એચ.ગોહિલ,
મદદનિશ નિયામક, એ.સી.બી. બોર્ડર એકમ, ભૂજ.