ધનપુરા જળાશયમાથી મલાણાં તળાવમાં પાણી નાખવાની યોજનાને વહીવટી મંજુરી મળી....
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
પાલનપુર તાલુકામાં પીવાના તેમજ સિંચાઈના પાણીની અછત ભોગવતા મલાણાં પંથકમાં ખેડૂતો અને પશુ પાલકોએ મલાણાં ગામના તળાવમાં પાણી નાખવાની યોજના મંજૂર કરવા આંદોલન કર્યું હતું. જેને લઇ રાજ્ય સરકારે બાલારામ નજીક આવેલ ધનપુરા જળાશયમાંથી પાઇપ લાઇન મારફતે મલાણાં સહિતના ૧૭ ગામના તળાવોમાં પાણી ભરવાની યોજના બનાવી હતી. જે યોજનાને વહીવટી મંજુરી મળી જતા આગામી સમયમાં પાઇપ લાઇન નાંખવાની કામગીરી હાથ ધરવામાં આવશે. પાલનપુર તાલુકાના મલાણાં પંથકમાં પેટાળમાં પથ્થર આવતો હોઇ અહી બોરવેલ ફેઇ થઇ રહ્યા છે અને અપૂરતા વરસાદને લઈ ભૂર્ગભ જળ ઉંડા જતા આ વિસ્તાર ના ખેડૂતોને સિંચાઇ ના પાણી તેમજ પશુ પાલકો ને પશુઓનો નિભાવ કરવો મુશ્કેલ બન્યો છે. આ વિસ્તારના ૨૫ જેટલા ગામના લોકોએ સિંચાઈના પાણીની સમસ્યાનો ઉકેલ લાવવા મલાણાં ગામના તળાવમાં પાણી નાખવાની યોજના મંજૂર કરવાની ઉગ્ર માંગ સાથે વિશાળ આંદોલન કરવા માં આવ્યા હતા. જેને લઈને રાજ્ય સરકાર દ્વારા આ વિસ્તારના તળાવોમાં પાણી ભરવાની યોજના બનાવી હતી. જેમાં રૂ.૧.૬૧ કરોડ ના ખર્ચે બાલારામ નજીક આવેલ ધનપુરા જળાશય માંથી ૫૦ ક્યુસેક પાણી સપ્લાઇ કરી શ