પોરબંદર તાલુકાના નવલા નોરતાની અંદર માધવપુર, મૂળ માધવપુર, પાતા, ચિંગરીયા,મંડેર,અને કડછ ગામમાં જિલ્લા કોંગ્રેસ પૂર્વ પ્રમુખ અને કોંગ્રેસના આગેવાનોએ જઈ અને આયોજકોના આમંત્રણને માન આપીને આ ગામોના અલગ અલગ વિસ્તારમાં માતાજીના ગરબા નિહાળ્યા હતા અને આ સુંદર આયોજન કરવા બદલ અભિનંદન આપ્યા હતા ત્યારે આયોજકોએ શાલ ઓઢાડી સન્માન કર્યું હતું
 આ તકે માધવપુર કોંગ્રેસ આગેવાન દિલીપ ભાઈ મોકરીયા,કોંગ્રેસ આગેવાન માલદેભાઇ,કોંગ્રેસ આગેવાન કરશનભાઇ ખુંટી, મૂળ માધવપુર કોંગ્રેસ આગેવાન અને પુર્વ સરપંચ ગોવિંદભાઇ,
 તાલુકા પંચાયત સભ્ય પરબતભાઇ,પાતા ગામના સરપંચ ગાંગાભાઇ ચીંગરીયા ગામના કોંગ્રેસ આગેવાન નાનજીભાઇ સોલંકી
 મંડેર ગામના કોંગ્રેસ આગેવાન નાગાજણભાઇ પરમાર,કોંગ્રેસ આગેવાન વિનુભાઇ કોંગ્રેસ આગેવાન રામભાઇ ,કડછ ગામના કોંગ્રેસ આગેવાન સુભાષભાઇ ભોજાભાઈ અને 
 જિલ્લા કોંગ્રેસ પુર્વ પ્રમુખ નાથા ભાઇ ઓડેદરા જોડાયા હતા
 
  
  
  
   
  