ડીસા વિસ્તારના ખેતરો બેટમાં ફેરવાયા....

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

ડીસા પંથકમાં પણ બે દિવસમાં આઠ ઇંચ જેટલો વરસાદ ખાબકતા સર્વત્ર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ હતી. અનેક ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા હતા. જ્યારે લોકોના જાનમાલને પણ કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. બિપરજોય વાવાઝોડાને પગલે થયેલા ભારે વરસાદે ડીસા પંથકને ઘમરોળી નાખ્યું છે. સતત વરસાદને કારણે જ્યાં જુઓ ત્યાં બસ માત્ર પાણી જ પાણી દેખાય છે. ડીસા તાલુકાની અંદાજિત 500 હેક્ટરથી પણ વધુ જમીનમાં પાણી ભરાઈ ગયા છે. ખેતરોમાં ચારથી પાંચ ફૂટ જેટલું પાણી ભરાતા મોટાભાગના ખેતરો અત્યારે બેટમાં ફેરવાઈ ગયા છે. જ્યારે અનેક ગામડાઓ સંપર્ક વીહોણા બન્યા છે.