તા :- ૦૩/૦૬/૨૩ ને શનિવાર ના રોજ એક ફોન આવ્યો કે એક આદિવાસી મજુર ની ડેડ બોડી દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના થાનપુર ગામે લઇ જવી છે તો આપણી ભારત વિકાસ પરિષદ હારીજ શાખા દ્વારા શબવાહિની ની વ્યવસ્થા થઇ શકશે..?અરીઠા ગામના સલમાનભાઇ ના ઇંટ ના ભઠ્ઠા માં કામ કરતા દિનેશભાઇ રમણભાઇ નિનામા નામના બાવીસ વર્ષ ના યુવાન આદિવાસી મજુર નું અવસાન થયું. તેના મૃતદેહને તેના વતન દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના થાનપુર ગામે લઇ જવાનો હતો. મારા ઉપર શબવાહિની માટે ફોન આવતાં મેં હંમેશા સેવા માટે તત્પર એવા શ્રી હિતેશભાઇ વિનુભાઇ ઠક્કર (જય જલિયાણ સેવા સમિતિ) નો સંપર્ક કરતાં તેમણે હંમેશ ની માફક ડેડ બોડી લઇ જવાની હા પાડી. બપોરે ૧:૦૦ વાગે હિતેશભાઇ શબવાહિની લઇ સરકારી દવાખાને પહોંચ્યા.જ્યાં મૃતદેહ નું પોસ્ટ મોર્ટમ અંદાજે ૩ કલાક સુધી ચાલ્યું. ત્યારબાદ તેઓ હારીજ થી ઉપડી અંદાજે ૩૮૫ કિલો મીટર દુર થાનપુર જવા નીકળ્યા. હવે દાહોદ પહોંચ્યા ત્યાંથી લીમખેડા અંદાજે ૩૦ કી.મી સિંગલપટ્ટી રોડ તેમજ લીમખેડા થી આગળ થાનપુર ગામ જે કાચો સિંગલપટ્ટી રોડ જે રસ્તે લગભગ અંદાજે રાત્રે ૦૧:૦૦ વાગે હિતેશભાઇ ત્યાં પહોંચ્યા અને લગભગ રાત્રે ૦૧:૩૦ વાગે હિતેશભાઇ શબવાહિની લઇ એકલા પાછા હારીજ આવવા નીકળ્યા. ગ્રામજનો એ હિતેશભાઇ ને ચેતવણી આપેલી કે આ આખો વિસ્તાર આદિવાસી હોવાથી સાંજ પછી આમતો કોઇ અવરજવર કરતું નથી કારણકે સાંજ પછી ગમે ત્યારે ગમે તે વાહન ઉપર પથ્થર મારો થઇ શકે છે. જેથી તમે શબવાહિની ની લાલ લાઈટ ચાલુ રાખી આગળ નીકળજો.હવે ડેડ બોડી લઇ જવાની હોવાથી વળતાં કંઇક ખાવા પીવાનું વિચારેલું હોવાથી વળતાં જ્યારે લીમખેડા પહોંચ્યા ત્યારે ખબર પડી કે અહીંયા આદિવાસી વિસ્તાર હોવાથી રાત્રે હોટલો બંધ રહે છે. ત્યારબાદ મોડાસા પહોંચી ત્યાં ચા તથા બિસ્કીટ ખાઇ ત્યાંથી સવારે લગભગ ૦૯:૦૦ વાગે સળંગ લગભગ ૧૭ કલાક (૭૭૨ કી.મી) ગાડી ચલાવી હારીજ પહોંચ્યા. ભુખ્યા અને તરસ્યા તેમજ જંગલ આદિવાસી વિસ્તારમાં દિવસ દરમિયાન પણ જતાં બીક લાગે એવી જગ્યાએ નિસ્વાર્થ ભાવે ફક્ત સેવા કાર્ય માટે જનાર સન્માનિય હિતેશભાઇ ના સન્માન માટે મારી પાસે કોઇ એવા શબ્દો નથી.જે કાર્ય ઘરનાં સગા સંબંધી ના કરી શકે એવું કાર્ય કરનાર હિતેશભાઇ ને ભારત વિકાસ પરિષદ હારીજ શાખા પરિવાર તરફથી હું સતિષભાઇ પ્રભુરામભાઇ ઠક્કર ખુબ ખુબ અભિનંદન પાઠવું છું તેમજ તેમની સેવા ને નત મસ્તક બિરદાવું છું...🙏