સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસ બેડામાં ફરી એકવાર અચાનક પોલીસ કર્મચારીઓની બદલીનો ગંજીપો ચિપાયો છે. જેમાં 60 જેટલા કર્મચારીઓની બદલી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ બેડામાં અવાર-નવાર બદલીનો માહોલ સર્જાતો હોય છે. થોડા દિવસો પહેલા જ હજી જિલ્લાના પીએસઆઇની બદલીઓ થઈ હતી. ત્યાં ફરી એકવાર હવે જિલ્લા પોલીસ બેડામાં પોલીસ કર્મીઓની બદલીનો ગંજીપો ચીપાયો છે.જિલ્લા પોલીસ વડા હરેશ દુધાત દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના 60 પોલીસ કર્મીઓની બદલી કરવામાં આવી છે.જેમાં લખતરથી એન.પી.રાણાને મૂળી, સુરેન્દ્રનગર ટ્રાફિકમાંથી સરદારસિંહ પરમારને લખતર, મેહુલભાઈ દોમડાને સુરેન્દ્રનગર સિટી એ ડિવિઝનમાંથી લખતર, શિલ્પાબેન સરવૈયાને ચોટીલાથી નાની મોલડી, જગદીશભાઈ રાઠોડને થાનગઢથી પોલીસ હેડ ક્વાર્ટરમાં, અનવરખાન સાહેબખાન મલેકને ઝિંઝુવાડાથી પોલીસ હેડ ક્વાર્ટરમાં, ધીરુભાઈ નારસંગભાઈ પરમારને ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનથી.ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનમાં, દીપેનકુમાર સોલંકીને ચૂડાથી સાયલા, વિભાભાઈ ઘેળને ચોટીલાથી ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં, રૂપાબેન મહેશદાન રત્નુને જોરાવરનગરથી સુરેન્દ્રનગર સિટી એ. ડિવિઝનમાં, કવિતાબેન દવેને પાટડી થી બજાણા સંજયભાઈ બોલણીયાને પાણશીણાથી લીંબડી, સતિષભાઈ દેવમુરારીને મૂળીથી ચોટીલા, નિલેશભાઈ ગાબુને વઢવાણથી સુરેન્દ્રનગર બી. ડિવિઝનમાં બદલી કરી સહિત જિલ્લાના 60 પોલીસ કર્મીઓની બદલી થતાં પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો છે.