અમદાવાદ ખાતે એસઆરપી બંદોબસ્તમાં તહેનાત લીંબડી તાલુકાના સૌકા ગામના ક્ષત્રિય યુવકનું અકસ્માતને કારણે મૃત્યુ થયું હતું. માદરે વતન ખાતે એસઆરપી ગૃપ દ્વારા સદ્દગત યુવાનને ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમ વિદાય અપાઈ હતી. લીંબડીના સૌકા ગામના રવિરાજસિંહ ભવાનસિંહ રાણા એસઆરપી ગૃપ-16માં ફરજ બજાવતા હતા. રથયાત્રાને ધ્યાનમાં રાખીને તેમને અમદાવાદ ખાતે બંદોબસ્તની કામગીરી સોંપવામાં આવી હતી. ત્રણેક દિવસ પહેલાં અમદાવાદના વટવા વિસ્તારમાં રવિરાજસિંહનો અકસ્માત થયો હતો. અકસ્માતમાં તેમને ગંભીર ઈજા પહોંચી હતી. અમદાવાદની હોસ્પિટલમાં તેઓની સારવાર ચાલુ હતી. સારવાર દરમિયાન તેમનું અવસાન થયું હતું. રવિરાજસિંહના મૃત્યુના સમાચાર સાંભળીને પરિવારના સભ્યો, ગ્રામજનોની સાથે એસઆરપી ગૃપમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. શુક્રવારે સૌકા ગામે તેમની અંતિમ વિધી કરવામાં આવી હતી. જેમાં એસઆરપી ગૃપના જવાનોએ રવિરાજસિંહ રાણાને ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમ વિદાય આપી હતી. એસઆરપી જવાનની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Amit Shah की फिसली जुबान, Milk in Gram | Rahul Gandhi से भी बड़ा ब्लेंडर हो गया | Kumkum Binwal
Amit Shah की फिसली जुबान, Milk in Gram | Rahul Gandhi से भी बड़ा ब्लेंडर हो गया | Kumkum Binwal
પોળો ફોરેસ્ટમાં જૈન મંદિરોને ખંભાતી તાળા લાગતાં શ્રદ્ધાળુઓમાં ભારે રોષ...!
પોળો ફોરેસ્ટમાં જૈન મંદિરોને ખંભાતી તાળા લાગતાં શ્રદ્ધાળુઓમાં ભારે રોષ...!
ગુજરાતમાં ગીર કેસરી પર આવી ફરી આફત
ગુજરાતમાં ગીર કેસરી પર આવી ફરી આફત
હુજરત સરકાર દ્વારા સિંહની સુરક્ષામાં કોઈ કચાસ ણ રહે તે માટે...
Business News | Women Traders के शेयर और निवेश से जुड़े सवालों के मिलेंगे जवाब|Saas, Bahu Aur Sensex
Business News | Women Traders के शेयर और निवेश से जुड़े सवालों के मिलेंगे जवाब|Saas, Bahu Aur Sensex