ડીસા તાલુકાની બાંધકામ શાખા દ્વારા અનેક યોજનાઓ હેઠળ કામ ચાલી રહ્યા છે જેમાં આર. સી.સી રોડ ગટર લાઈન વગેરે યોજનાઓ માટે રાજ્ય સરકાર દ્વારા લાખો રૂપિયાની ફાળવવામાં આવે છે

    આર.સી.સી રોડ ગામ અને ફળીયા માટે આર્શીવાદ રૂપ હોય છે પણ આ રોડ ની ગુણવતા જોવાની જવાબદારી જેમની હોય છે તે તાલુકા બાંધકામ શાખાના અધિકારી માત્ર ટકાવારીમાં રસ દાખવતા હોઈ કામ ની ગુણવતા જોયા વગર બીલો પાસ કરી નાંખે છે આ આર. સી. સી રોડ ની અંદર નાખવામાં આવતા રેતી. કપચી. કાંકરેટ અલગ થઈ જાય છે અને રોડ ની જગ્યાએ માત્ર ધૂળ જ દેખાતી હોય છે

  ડીસા તાલુકાના ઘણા ગામડાઓમાં બનાવવામાં આવેલી ગટરો ભંગાર હાલતમાં જોવા મળી રહી છે આમ છતાં ડીસા તાલુકા પંચાયત ના બાંધકામ શાખાના અધિકારી સ્થળ ઉપર જોયા વગર ટેબલ ઉપર બેસીને બીલો પાસ કરી દેતા હોય છે એવું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે