ગુજરાત ભર મા બિપરજોય વાવાઝોડા એ તબાહી મચાવી છે અને જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે ત્યારે ગુજરાત સરકાર અને તંત્ર ની ટીમો સતત રાત દિવસ કામે લાગી છે, ત્યારે ગુજરાત સરકાર ની નિ:શુલ્ક સેવા જે 24x7 વિશ્વભર મા મોખરે છે અને એમાં બનાસકાંઠા જિલ્લા માં ચિત્રાસણી 108 ની ટીમ આજ રોજ સવારે અંદાજે 11 વાગ્યાની આસપાસ હસનપુર ગામે દર્દી ને ખેંચ આવવાનો કોલ મળ્યો હતો કોલ મળતાની સાથે 108 ની ટીમના EMT વિકાસભાઈ લિંબાચિયા અને PILOT મુકેશભાઈ દેસાઈ રવાના થઈ ગયા હતા..
અને ઉકરડા ગામ અને વડલા રામપુરા વચ્ચે એક તોતિંગ વુક્ષ રોડ પર ધરાસાઈ થઈ ગયેલું હતું અને તેના કારણે દર્દી સુધી પહોંચવું મુશ્કેલ હતું, રસ્તાની અવર જવર બંધ હતી ત્યાં તાત્કાલિક 108 ની ટીમે તેમના સુપરવાઈઝર નિખિલ પટેલ સાથે તમામ ઘટના ની વિગત આપી ને એક ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર સુસજજ 108 એમ્બ્યુલન્સ મા રહેલા સાધનો ( એકસ્ટ્રીકેશન કીટ ) ની મદદ વડે અંદાજે 30 મિનિટ ની ભારે જહેમત પછી એમ્બ્યુલન્સ જઇ શકે તે રીતે રસ્તા પર થી ઝાડ કાપી ને દુર કર્યા ત્યાર બાદ દર્દી ધર્માભાઈ વેડંચિયા ઉંમર વર્ષ અંદાજે 60 ને 108 એમ્બ્યુલન્સ મા લઈને ઓક્સિજન તથા જરૂરી સારવાર આપી ને નજીક ના સરકારી દવાખાને પહોચાડ્યા હતા..
તમામ ઘટના ની જાણ દર્દી ના પરિવાર જનો ને થતાં સમગ્ર 108 ની ટીમ નો આભાર વ્યકત કર્યો હતો..